તમિલનાડુ રાજ્ય બુધવારથી તીવ્ર વરસાદનો સામનો કરી રહ્યું છે
ખાસ-ખબર સંવાદદાતા
પાટનગર ચેન્નાઇ સહિત તમિલનાડુ રાજ્ય બુધવારથી તીવ્ર વરસાદનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન, ભારતીય હવામાન ખાતાએ ગુરુવારે રાજ્યના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. નોંધનીય છે કે ઓરેન્જ એલર્ટ હેઠળ છથી 20 સેન્ટીમીટર જેવા ભારે વરસાદનો નિર્દેશ કરવામાં આવે છે. હવામાન ખાતાના બુલેટિન અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે. ચેન્નાઇ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા હતા અને ઠેરઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતાં. તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.