ગિરનાર સાધુ-સંતો અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓએ આવેદનપત્ર આપ્યું
પઠાણ ફિલ્મમાંથી ગીત અને દ્રશ્યો હટાવવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની સાધુ-સંતોની ચીમકી: સેન્સર બોર્ડમાં સાધુ-સંતોને સ્થાન આપવાની માંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં પઠાણ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ ગીતના શબ્દો અને ભગવા કપડા પહેરી અશ્ર્લીલતાના દ્રશ્યો સામે જૂનાગઢ ગિરનાર તિર્થ ક્ષેત્રના અગ્રણી સંતો મહંતો અને વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ લોકસાહિત્યકાર રાજભા ગઢવી સહિતના હિન્દુ સંગઠનોએ આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થઇને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક ભગવા રંગનો પઠાણ ફિલ્મમાં મજાક ઉડાવવામાં આવ્યુ છે. ત્યારે આ ફિલ્મમાંથી આવા દ્વશ્યો રદ કરવાની માંગણી કરી હતી. જેમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, હિન્દુ જાગરણ મંચ તેમજ ગિરનાર સાધુ-સંતો તથા હિન્દુ ધર્મના સામાજીક આગેેવાનોએ એવી માંગ કરી હતી કે, પઠાણ ફિલ્મમાં બેશર્મ ગીત બનાવવામાં આવ્યુ છે. તે બેશર્મ ગીતમાં ભગવા રંગના કપડા સાથે બનાવીને ગીતનું નામ બેશર્મ રંગ રાખવામાં આવ્યુ છે. આથી આ પૂર્ણ રીતે સાબીત થાય છે કે, આ ફિલ્મ હિન્દુ વિરોધી માનસીકતાથી પ્રેરીત થઇને બનાવવામાં આવ્યુ છે. હિન્દુ ધર્મ અને આસ્થાને ચોટ પહોંચાડવાના ઇરાદા પૂર્વક બનાવવામાં આવેલ છે. ભુતકાળમાં પણ વારંવાર બોલીવુડ દ્વારા હિન્દુ ધર્મના દેવી-દેવતાઓની તેમજ હિન્દુ સંસ્કૃતિની મજાક ઉડાવેલ છે. તેમજ સાધુ-સંતોની પણ મજાક ઉઠાવેલ છે તો આવી હિન્દુ ધર્મ વિરોધી બોલીવુડની માનસીકતાને ઉજાગર કરી હિન્દુ સમાજ ભવિષ્યમાં બોલીવુડના ફિલ્મનો આક્ોષ સાથે બહિષકાર કરશે. વિશ્ર્વ હિન્દુ પરીષદ, બજરંગદળ જૂનાગઢ દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ કરવામાં આવે છે અને તત્કાલ પ્રભાવથી આ ફિલ્મમાંથી આવા ગીત ઉપર પ્રતિબંધ લગાડવાની ઉગ્ર માંગ કરી હતી.
ફિલ્મ લાગશે તો પરિણામ ભોગવવાની તૈયારી રાખે: ઈન્દ્રભારતીબાપુ
જુનાગઢ ગિરનાર સાધુ મંડળના પ્રમુખ ઈન્દ્રભારતીબાપુએ જણાવેલ હતુ કે, પઠાણ ફિલ્મમાં જે ગીતના શબ્દો અને ભગવા રંગના દ્રશ્યો બતાવવામાં આવેલ છે જેના લીધે હિન્દુ ધર્મની લાગણી દુભાઇ છે. હિન્દુ સંસ્કૃતિનું અપમાન કોઇપણ ભોગે શાખી નહીં લેવાય આ બાબતે આજે કલેકટરને જાણ કરી છે. હજુ ગુજરાત રાજય સરકાર અને મહારાષ્ટ્ર સરકારને રજૂઆત કરવામાં આવશે. વધુ એવી પણ ચિમકી ઉચ્ચારી હતી કે, ફિલ્મમાંથી દ્રશ્યો અને ગીતા શબ્દો નહીં હટાવવામાં આવે અને ફિલ્મ થિયેટરોમાં લગાવવામાં આવશે તો પરિણામ ભોગવવાની તૈયારી જેતે સબંધીત લોકોની રહેશે.
ભગવા રંગનું અપમાન સાંખી નહીં લેવાય: રાજભા ગઢવી
પઠાણ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ ભગવા રંગનું અપમાનનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢનાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ જણાવ્યુ હતુ કે, ફિલ્મની અંદર જે રીતે ગીતના શબ્દો અને ભગવા રંગના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. તેની સામે સમગ્ર હિન્દુ સમાજમાં રોષ છે. ચિત્ર શબ્દ પ્રયોગ બેશરમ રંગ સાથે જે રીતે કેસરીયા રંગનું અપમાન અયોગ્ય છે. જો આ ફિલ્મમાંથી ગીત શબ્દો અને દ્રશ્ય હટાવવામાં નહીં આવે તો હજુ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
- Advertisement -
સાધુ-સંતોને સેન્સર બોર્ડમાં સ્થાન આપો: વિહિપ
જૂનાગઢ વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ સાથે હિન્દુ ધર્મની લાગણી અવાર-નવાર બોલીવુડ ફિલ્મમાં દુભાવવામાં આવે છે. ત્યારે અમારી એવી માંગ છે કે, સેન્સર બોર્ડમાં સાધુ-સંતોને સ્થાન મળવુ જોઇએ. અનેક વાર ભગવા રંગને અપમાનીત કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે તે હવે સાખી નહીં લેવાય અને પઠાણ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ ગીત અને દ્રશ્યો હટાવવામાં નહીં આવે તો દેશભરમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ઉગ્ર વિરોધ કરશે.