ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં સુપ્રિ. ઓફ સ્ટેમ્પ અને નોંધણીસર નિરિક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પરિપત્રથી નવું ફોર્મ-1 અમલી બનાવવા તથા જૂનુ ઈન્પુટશીટ રદ કરવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તે નવું ફોર્મ-1 આજરોજથી અમલ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે જે અંગે આજરોજ રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસો. દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. વધુમાં નવા ફોર્મ-1ની સાથે જે પુરાવાઓ રજૂ કરવાનું ફરજિયાત જણાવેલું છે તે પુરાવાઓ રજૂ કરવા કોઈપણ સંજોગોમાં વ્યાજબી- વ્યવહારૂ નથી અને તે અંગે જાહેરનામુ બહાર પાડ્યું છે જે સરકારની માર્ગદર્શક સૂચનાઓની વિરૂદ્ધ છે.
- Advertisement -
સરકારે મિલ્કત ખરીદ-વેચાણના વ્યવહારો રજીસ્ટર કરાવતા સમયે પુરાવાઓ રજૂ કરવાના પરિપત્રો તા. 21-9-2010 અને તા. 6-10-2010ના રોજ ઈસ્યુ કરેલા બંને પરિપત્રો સરકારે તેમના પરિપત્ર ક્રમાંક- ઈજર/વહટ/281/2014/2275- 8104 તા. 3-3-2017થી રદ કરેલા છે ત્યારે પરિપત્ર ના. ગુજરાત હાઈકોર્ટે લેટર્સ પેટન્ટ અપીલ નં. 1475/2015 વગેરેમાં તા. 23-12-2015ના રોજ આપેલ જજમેન્ટને અનુસંધાને બહાર પાડવામાં આવેલા છે તથા તા. 16-7-22ના રોજ પુરાવાઓ ફરજિયાત રજૂ કરવાનો પરિપત્ર બહાર પાડેલા છે તે ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટની વિરૂદ્ધ છે તેથી આ પરિપત્ર કાયદાના પ્રસ્થાપિત વિરૂદ્ધ છે તેથી આ નવું ફોર્મ-1 રદ કરાવવા અથવા તેમાં વ્યવહારૂ ફેરફારો કરાવવા આજરોજ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
સદરહુ નવા ફોર્મ-1 સાથે બી.યુ. સર્ટિફીકેટ, મંજૂર થયેલ બિલ્ડિંગ પ્લાન, બીનખેતી હુકમ અને બીનખેતીનો પ્લાન ફરજિયાત રજૂ કરવા જણાવ્યું છે જે કોઈપણ સંજોગોમાં વ્યવહારૂ નથી, સરકારે તા. 28-6-2022થી બહાર પાડેલ સૂચનાઓ તથા નવા ફોર્મ-1 સાથે જે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાની સૂચનાઓ આપેલી છે તે પુરાવાઓ રજૂ કરવા શક્ય ન હોય તેથી સરકારને સ્ટેમ્પ ડ્યુટી તથા રજીસ્ટ્રેશન ફીની જે જંગી આવક થાય છે તેમાં પણ સરકારને નુકસાન થાય તેમ છે તેથી રદ કરવા રજૂઆત કરવામાં આવી છે.