નારાજગી: ભાજપમાંથી કોંગ્રેસ પક્ષમાં જોડાતા ચીખલીયાનો કોંગ્રેસમાં જ વિરોધ
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા ચુંટણી નજીક આવતા જ પક્ષપલટાની સીઝન શરુ થવા લાગી છે. બે વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા મોરબીજીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયાએફરીથી ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે અને આજે કિશોર ચીખલીયા તેમના સમર્થકો સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે ફરી કોંગ્રેસમાં જોડાયા છે તો બીજી તરફ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયેલ કિશોર ચીખલીયાનો કોંગ્રેસમાં જ વિરોધ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના આગેવાનો સહીત કાર્યકર્તાઓમાં પણ ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે.
- Advertisement -
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયાએ 2020 ની વિધાનસભાની પેટાચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદાર હોવા છતા ટીકીટ ન મળતા હાઈકમાન્ડથી નારાજ થઈ કોંગ્રેસનોહાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો ત્યારે હવે વિધાનસભા ચુંટણી નજીક આવતા જ ચીખલીયાએ ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે અને આજે અમદાવાદ ખાતેના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયેથી કિશોર ચીખલીયા તેમના સમર્થકો સાથે ફરી કોંગ્રેસમાં જોડાયા છે તો અવારનવાર ચૂંટણી સમયે પક્ષપલટો કરતા અને 2020 માં કોંગ્રેસ શાશિત જીલ્લા પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામુ આપી કોંગ્રેસ સાથે બળવો કરીને ભાજપનો ખેસ પહેરનાર ચીખલીયાએ ફરી કોંગ્રેસનો હાથ પકડતા તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે અને કોંગ્રેસમાં જ કિશોર ચીખલીયાનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા આવા તકવાદી નેતાને ટીકીટ આપવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું !