છેલ્લા થોડા દિવસોથી સોનાના ભાવમાં વધારો થયો હતો અને સોનું 74 હજારની ટોચે પહોંચ્યું હતું. એવામાં આજે દેશમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
લગ્નોની સિઝન શરૂ થઈ ચૂકી છે, આ દરમિયાન એક સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. એવામાં આજે દેશમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.
- Advertisement -
આજે ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત 71,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તો 22 કેરેટ સોનાની કિંમત 65,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. એટલે કે મંગળવારની સરખામણીમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ જ રીતે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 1 કિલો ચાંદીની કિંમત 83,000 રૂપિયા સુધી પંહોચી ગઈ છે.
સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 70 હજાર કરતા ઓછો થઈ જશે
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થવાના ભણકારાને કારણએ સોનાના ભાવમાં વધારો થયો હતો, સોનું 74 હજારની ટોચે પહોંચ્યું હતું. પરંતુ યુદ્ધ ન થતા, ભાવમાં ઘટાડો શરૂ થયો છે. બીજી તરફ અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા પણ દરમાં ગટાડો થતા સોનાના ભાવ ઘટી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 70 હજાર કરતા ઓછો થઈ જશે.
સોનું ખરીદતા સમયે આ વાતોનું રાખો ધ્યાન
- Advertisement -
– પાકું બિલ જરૂરથી લો
જો તમે આ ધનતેરસ અથવા દિવાળીના તહેવાર પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો એ સમયે તેનું પાકું બિલ જરૂરથી લેવું જોઈએ. પાકું બિલ એટલા માટે જરૂરી છે કે ફરીથી ક્યારેય સોનું વહેંચવાની જરૂર પડે તો ત્યારે તેમાં કોઈ સમસ્યા ઊભી થાય તો આ બિલ ઘણું મદદરૂપ સાબિત થાય છે. બસ એટલું ધ્યાન રાખો કે કાચું નહીં પણ પાકું બિલ લો.
– હૉલમાર્ક જુઓ
જો તમે પણ દિવાળીના તહેવાર પર સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો અસલી અને નકલી સોનામાં તફાવત કરતાં આવડવું જોઈએ નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. એટલા માટે જ આ તહેવારની સિઝનમાં સોનું ખરીદતી સમયે હોલમાર્ક માર્ક ચેક કરવું જરૂરી છે. હોલમાર્ક માર્કથી અસલી-નકલી સોનાની સાથે તેની શુદ્ધતાની પણ ઓળખાણ કરી શકાય છે.
-વિશ્વસનીય જગ્યાએથી જ ખરીદો
આ દિવાળી અથવા ધનતેરસ પર સોનું ખરીદતી વખતે વિશ્વાસપાત્ર જગ્યાએથી જ સોનું ખરીદવું જોઈએ. તમે કોઈ મોટા અને જાણીતા સ્ટોરમાંથી સોનું ખરીદી શકો છો પણ એવી જગ્યાએથી સોનું ન ખરીદો જ્યાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે.