જૂનાગઢમાં વધુ એકવાર ખડક ચઢાણ તાલીમ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સનું આયોજન આગામી તા. 01/05/2025 થી 07/05/2025 સંપુર્ણ સરકારી ખર્ચે જૂનાગઢ ખાતે થનાર છે.
આ એડવેન્ચર કોર્સમાં જોડાવા વય મર્યાદા 08 થી 13 વર્ષ, સમયગાળો 07 દિવસ રહેશે. શીબીરાર્થીઓ 30/04/2012 થી 30/04/2017 ની વચ્ચે જન્મેલા હોવા જોઈએ, તે સિવાયના શિબીરાર્થીઓનું અરજી ફોર્મ માન્ય ગણાશે નહી. આ અંગેનુ નિયત ફોર્મ facebook page: SVIM ADMINISTRATIONપરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ જરૂરી પુરાવા સાથે તા. 10/04/2025 સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ-362002 ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે ઓફિસ નં. 0285- 2627228 પર સંપર્ક કરવો.
સમયમર્યાદા બાદ મળેલ અને અધુરી વિગતવાળા ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહિ. એમ ઈન્સ્ટ્રકચર ઈન્ચાર્જ પંડીત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.