તાલાલા તાલુકા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા નિ:શુલ્ક નેત્ર નિદાન તથા ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો
લોહાણા મહાજન ટ્રસ્ટી સ્વર્ગસ્થ મનુભાઈ રાયચુરાનાં સ્મરણાર્થે વડીલો માટે આયુષ્માન કાર્ડ કેમ્પમાં 150એ લાભ લીધો
- Advertisement -
આંબળાશ ગિર આયુર્વેદીક હોસ્પિટલનાં સહયોગથી યોજાયેલાં પ્રકૃતિ કેમ્પમાં 92 લોકો જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ગીર સોમનાથ રેડ ક્રોસ સોસાયટીનાં ચેરમેન કિરીટભાઈ ઉનડકટ નાં માર્ગદર્શન હેઠળ તથા તાલાલા લોહાણા મહાજન ટ્રસ્ટી સ્વર્ગસ્થ મનુભાઈ રાયચુરા ની સ્મૃતિમાં લોહાણા મહાજન વાડીમાં નિ:શુલ્ક નેત્ર નિદાન તથા ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો હતો.આરોગ્ય સેવાયજ્ઞ નું તાલાલા રેડ ક્રોસ ચેરમેન યોગેશભાઈ ઉનડકટ,ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી દિપકભાઈ માંડવીયા તથા મુકેશભાઈ તન્ના એ દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો.
આ માનવસેવા યજ્ઞમાં આધુનિક મશીન દ્વારા આંખની તપાસણી તથા ચશ્મા વિતરણ સહિતની આરોગ્ય સેવાઓ ફ્રી આપવામાં આવી હતી જેનો 390 લાભાર્થી દર્દીઓએ અમુલ્ય લાભ લીધો હતો જે પૈકી 360 દર્દીઓને ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું હતું.તમાંમ લાભાર્થી દર્દીઓને આંખના નિષ્ણાંત તબીબ ડો.હિમાંશુએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે જીવન સંધ્યા સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ,લોહાણા મહાજન ટ્રસ્ટી સ્વર્ગસ્થ મનુભાઈ રાયચુરા નાં સ્મરણાર્થે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોની આરોગ્ય સુખાકારી માટે પ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ માં 150 થી વધુ સિનીયર સિટીઝન વડીલોને કાર્ડ આપવામાં આવ્યાં હતાં.સેવાયજ્ઞ દરમ્યાન આયુર્વેદ હોસ્પિટલ-આંબળાશ ગીરના સહયોગથી પ્રકૃતિ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 92 લોકોએ પ્રકૃતિ ફોર્મ ભરી લાભ લીધો હતો.આ ઉપરાંત રાશનકાર્ડ કે.વાય.સી. કેમ્પ યોજાયો હતો જેનો બહોળી સંખ્યામાં રાશનકાર્ડ ધારકોએ લાભ લીધો હતો.આ નિ:શુલ્ક માનવસેવા યજ્ઞના સુંદર આયોજનથી લાભાર્થીઓને જબરી રાહત મળી હતી.
આ કાર્યક્રમમાં તાલાલા બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ વ્યાસ,નગરપાલિકાના ઉપપ્રમુખ પરેશભાઈ રાયચુરા,રઘુવંશી સોશ્યલ ગ્રુપ ના અગ્રણી અમરભાઈ ઉનડકટ,ભરતભાઈ રૂપારેલિયા તથા રેડ ક્રોસ સોસાયટી અને લોહાણા મહાજન ટ્રસ્ટના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.