2024ના પ્રથમ ત્રણ માસમાં 25 લાખના 163 મોબાઈલ શોધી પરત અપાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જીલ્લામાં ચોરી થયેલા અથવા ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવા પોલીસવડા જયપાલસિહ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ અસરકારક કામગીરી કરવામાં આવી છે ડીવાયએસપી એસ એસ રઘુવંશી અને ટીમ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્યની ટેકનીકલ ટીમ દ્વારા જે તે અરજીમાં ઈએમઆઈ નંબર આધારે ટ્રેસ કરી તમામ મોબાઈલ યુપી, એમપી, બિહાર, ઓડીશા, આંધ પ્રદેશ, વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાંથી શોધી કાઢી અરજદારોને પરત અપાવ્યા છે.
- Advertisement -
પોલીસે 2021માં 60,28,213 રૂપિયાના 439 મોબાઈલ, 2022માં 49,15,200 રૂપિયાના 342 મોબાઈલ, 2023માં 1,25,35,329 રૂપિયાના 833 મોબાઈલ શોધી જે તે અરજદારને પરત અપાવ્યા હતા જયારે 2024ના પ્રથમ ત્રણ એટલે કે માર્ચ મહિના સુધીમાં 26,50,656 રૂપિયાના 163 મોબાઈલ પરત અપાવ્યા છે.