કાઠમંડુના બહારના ભાગમાં ભાડાના મકાનમાં 11 લોકોને બે અઠવાડિયાથી વધુ સમયથી બંધક બનાવવામાં આવ્યા હતા અને પછી ત્રાટકી પોલીસ
નેપાળ પોલીસે માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સમયગાળા દરમિયાન 8 ભારતીય માફિયાઓની તેમના નેપાળી સહયોગીઓ સાથે ધરપકડ કરવામાં આવી છે. તેમણે વિદ્યાર્થીઓ સહિત 11 ભારતીયોને અમેરિકા મોકલવાના વચન સાથે બંધક બનાવ્યા હતા. તેમને બચાવવાની સાથે તમામ આઠ ભારતીય અને નેપાળી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. નેપાળ પોલીસે તેને Operation Dunki નામ આપ્યું છે.
- Advertisement -
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર બચાવી લેવામાં આવેલા લોકો અને માફિયા સભ્યો તમામ પંજાબ અને હરિયાણાના રહેવાસી હતા. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, કાઠમંડુના બહારના ભાગમાં ભાડાના મકાનમાં 11 લોકોને બે અઠવાડિયાથી વધુ સમયથી બંધક બનાવવામાં આવ્યા હતા. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ પોલીસ રેન્જ ટીમે ઓપરેશન શરૂ કર્યું અને બુધવારે રાતથી દરોડા પાડ્યા.
विशेष सूचनाको आधारमा जिल्ला प्रहरी परिसर काठमाण्डौ र बृत्त गौशालाको संयुक्त टोलीले काठमाण्डौ गौशाला स्थित एक घरबाट बन्धक बनाइएका ११ जना भारतीय नागरिकहरूलाई सकुशल उद्धार र बन्धक बनाउने १० जनालाई पक्राउ गरि थप अनुसन्धान र कानुनी कारबाही अघि बढाइएको छ ।
थपःhttps://t.co/uFMssTxXCH pic.twitter.com/rvLNN8o527
- Advertisement -
— Nepal Police (@NepalPoliceHQ) February 15, 2024
અચાનક પોલીસ પાડ્યા દરોડા અને પછી…..
ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે કાર્યવાહી કરીને રાતોપુલના ધોબીખોલા કોરિડોરમાં નેપાળી નાગરિકના ખાનગી નિવાસસ્થાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તમામ 11 ભારતીય નાગરિકો ત્યાં હાજર હતા અને તેમને બચાવી લેવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તેને મેક્સિકો થઈને અમેરિકા મોકલવાના બહાને બંધક બનાવવામાં આવ્યો હતો.
અમેરિકા મોકલવા માટે 45 લાખ લીધા
ભારતીય નાગરિકો, મોટાભાગે વિદ્યાર્થીઓ, ભારતીય માફિયાના સભ્યો સહિત એજન્ટો દ્વારા તેમને અમેરિકા મોકલવાના ખોટા વચનો સાથે અને દરેક વ્યક્તિ પાસેથી રૂ. 45 લાખ અને કાઠમંડુમાં તેમના આગમન પર US$ 3000 ચાર્જ વસૂલવામાં આવતા હતા. જિલ્લા પોલીસ વડા અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક ભૂપેન્દ્ર બહાદુર ખત્રીએ જણાવ્યું હતું કે, નેપાળી કાયદા મુજબ અપહરણ, બંધક બનાવવા અને માનવ તસ્કરી સંબંધિત કલમો હેઠળ દરેક આરોપીઓ સામે કેસ નોંધવામાં આવશે.
માનસિક અને શારીરિક શોષણ
પોલીસ વડાએ જણાવ્યું હતું કે, લોજિસ્ટિક્સ સેવાઓ પૂરી પાડવામાં મદદ કરનાર નેપાળના સાથીદારની પણ ધરપકડ કરવામાં આવી છે. બચાવી લેવામાં આવેલા ભારતીયો નેપાળ પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલી કાઠમંડુની એક હોટલમાં રોકાયા છે અને ભારતીય દૂતાવાસ, વિદેશ મંત્રાલય અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ તેમને ભારત પરત મોકલવામાં આવશે. જ્યારે બંધકો બે અઠવાડિયાથી વધુ સમય સુધી ભાડાના મકાનમાં રહ્યા હતા ત્યારે તેઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો, ધમકી આપવામાં આવી હતી અને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.