ગુરુવારે બપોર સુધીમાં વધુ 8 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફર્યા
યાત્રાધામ બેટ-દ્વારકામાં ઓપરેશન ડિમોલેશન આજે ગુરુવારે પણ ચાલુ છે. આજે બે ટીમોએ બપોર સુધી 8 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દિધુ છે. કરોડો રૂા.ની લાખો ફૂટ જમીન ખુલ્લી કરાઈ છે અને આ કાયેવાહી હજુ પણ ચાલુ છે. જીલ્લા પોલીસ વડા નિતેષ પાંડે,કલેકટર પંડયાનાં માર્ગદર્શન હેઠળ દ્વારકા તાલુકાની સરકારી એજન્સીઓ અને ઉુ.તા શમીર શારડા ઉપરાંત પોલીસ અધિકારીઓ સતત ખડે પગે રહીને ઓપરેશન ડેમોલેશન પાર પાડી રહ્યા છે. મંદિરો,બજારો અને ફેરી બોટ રાબેતા મુજબ ચાલુ છે. તહેવાર હોઈ યાત્રિકો પણ સારા પ્રમાણમાં આવી રહ્યા છે. (અહેવાલ : બુધાભા ભાટી)