તીનપત્તી, ઘોડીપાસા, વરલી મટકા અને હવે… ચકલાં પોપટ
થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરાજાહેર ચાલતાં જુગાર પોલીસની નજર બહાર!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનો કુબલિયાપરા વિસ્તાર જાહેરમાં તીનપત્તી, ઘોડીપાસા અને વરલી મટકાના જુગાર માટે જાણીતો હતો ત્યારે હવે કુબલિયાપરામાં જાહેરમાં ચકલાં પોપટનો જુગાર શરૂ થઈ ચૂક્યો છે. રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુબલિયાપરામાં સરાજાહેર રોડ પર બેસીને જુદા જુદા ચિત્રોના બેનરો ઉપર પૈસાની લેતી દેતી કરી ચકલાં પોપટનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. ખાસ-ખબર દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં જોઈ શકાય છે કે, રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુબલિયાપરાના રોડરસ્તાઓ પર જાહેરમાં જુદા જુદા ચિત્રોના બેનરો પાથરી તેની પર પૈસાની લેતીદેતી થઈ રહી છે એટલું જ નહીં, થોરાળા પોલીસ સ્ટેશન હેઠળ આવતા આ વિસ્તારમાં સરાજાહેર ચાલી રહેલો ચકલાં પોપટનો જુગાર હજુ સુધી સ્થાનિક પોલીસની નજર બહાર છે.
રાજકોટમાં મહિલાઓ અને બાળકો પણ જુગારી!
રાજકોટના કુબલિયાપરામાં ચાલતા ચકલાં પોપટના જુગારમાં મહિલા અને બાળકો પણ સામેલ છે. મહિલા અને બાળકો અહીં ચકલાં પોપટનો જુગાર રમતા અને રમાડતા જોવા મળે છે. ખાસ-ખબરના સ્ટિંગ ઓપરેશનમાં જોઈ શકાય છે કે, મહિલાઓ અને બાળકો પણ જુદા જુદા ચિત્રોના બેનરો પાથરી તેની પર પૈસાની લેતીદેતી કરી રહ્યા છે અને ચકલાં પોપટની જુગાર રમી રહ્યા છે.
કુબલિયાપરામાં રમાતા ચકલાં પોપટના સ્ટિંગ ઓપરેશનનો વિડીયો જોવા અહીં ક્લિક કરો