ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કરી શુભેચ્છા મુલાકાત
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરના માધવકુંજ શોપિંગ સેન્ટર ખાતે સૌરાષ્ટ્ર કોળી સમાજના યુવા આગેવાન અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પીએ દર્શનભાઈ છનુરા દ્વારા શરૂ કરાયેલ નવા ઋજ્ઞજ્ઞમ ઇજ્ઞતત ઓફિસની ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ઋજ્ઞજ્ઞમ ઇજ્ઞતત એપ્લિકેશન વિશે માહિતી મેળવી તેમજ સ્ટાફ સાથે મુલાકાત પણ કરી હતી. શહેરમાં પ્રથમ વખત ડિજિટલ માધ્યમથી લોકોને ઘર બેઠા તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ થાય તેવી સુવિધા શરૂ થવા અંગે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી સમય બચાવવા અપીલ પણ કરી હતી.