ખુલ્લી જેલોના કેદીઓ દિવસના સમયે બહાર જઇ આજીવિકા રળી શકે છે અને સાંજે જેલમાં પરત ફરી શકે છે: કેસની વધુ સુનાવણી 16મેના રોજ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
- Advertisement -
જેલોમાં કેદીઓની વધતી સંખ્યા અને કેદીઓના પુનર્વસનના ઉકેલ માટે ખુલ્લી જેલોની રચના કરવાની જરૃર છે તેમ સુપ્રીમ કોર્ટે એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓપન જેલોમાં કેદીઓ દિવસના સમયે જેલની બહાર જઇ કામ કરે છે અને સાંજે જેલમાં પરત ફરે છે. આમ કરવાથી તેમને આજીવિકા કમાવવામાં મદદ મળી શકે છે. કોર્ટે આ સલાહ એટલા માટે આપી છે કે જેથી કેદીઓ પણ સમાજ સાથે જોડાઇ શકે અને તેમનું મનોવૈજ્ઞાાનિક દબાણ ઘટી શકે. કેદીઓની એક અરજી પર સુનાવણી કરતા ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ખુલ્લી જેલોનો પ્રસાર કરવાની જરૃર છે. ખંડપીઠે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં આ પ્રકારની વ્યવસ્થા છે અને ત્યાં અસરકારક રીતે તેના પર કામ કરવામાં આવી રહ્યું છે.
જો કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ કેસના માધ્યમથી અમે અન્ય કોર્ટોમાં ચાલી રહેલ જેલ અને કેદીઓના વિલંબિત કેસોમાં હસ્તક્ષેપ કરશે નહીં. નેશનલ લિગલ સર્વિસીસ ઓથોરિટી (એનએએલએસએ) વતી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેણે ખુલ્લી જેલો માટે તમામ રાજ્યો પાસેથી પ્રતિભાવ માગ્યા હતાં જે પૈકી 24 રાજ્યોએ પ્રતિભાવ મોકલ્યા છે. આ કેસની સુનાવણી 16 મેના રોજ રાખવામાં આવી છે.