અમદાવાદની યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી હૃદયરોગના દર્દીઓનું નિદાન કરશે
સોમવારથી શનિવાર સવારે 9 કલાકથી બપોરે 1 તેમજ બપોરે 4થી 5 કલાક ફોલોઅપ ઓ.પી.ડી. કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સિવિલ હોસ્પિટલ સ્થિત પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગના પહેલા માળે હૃદય રોગ સંબંધી ઓ.પી.ડી. સેવાનો આજથી પ્રારંભ થયો છે. અમદાવાદની પ્રખ્યાત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી હૃદયરોગના દર્દીઓનું નિદાન કરી આપવામાં આવશે. ઓ.પી.ડી. નો સમય સોમવાર થી શનિવાર સવારે 9 કલાકથી બપોરે 1 વાગ્યા સુધી રહેશે તેમજ બપોરે 4 થી 5 કલાક દરમ્યાન ફોલોઅપ ઓ.પી.ડી. કરવામાં આવશે. રવિવાર તેમજ જાહેર રજાને બાદ કરતા વર્કિંગ દિવસોમાં આ સેવાનો લાભ મેળવી શકાશે તેમ સિવિલ અધિક્ષક ડો. મોનાલી માક્ડીયાએ જણાવ્યું છે.



