ધોરણ 11 તેમજ 12માં માત્ર બેથી ત્રણ વિષયનો જ અભ્યાસ ચાલે છે, બાકીના વિષયનો અભ્યાસ વિદ્યાર્થી જાતે કરવો પડે છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર કુવાડવા રોડ વિસ્તારમાં આવેલ ગ્રાન્ટેડ એમ.એમ. પટેલ સ્કૂલમાં અંદાજિત છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી ધોરણ 11 તેમજ 12 માં ફક્ત બે શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા આપ સાહેબશ્રીને પણ બે વખત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ સમસ્યાનો હજી સુધી કોઈ અંત આવ્યો નથી. ધોરણ 11 તેમજ 12ના વિદ્યાર્થીઓને માત્ર બે થી ત્રણ વિષયનો જ અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે બાકીના વિષયનો અભ્યાસ વિદ્યાર્થી જાતે કરવો તેવું આચાર્ય દ્વારા કહેવામાં આવે છે.
- Advertisement -
રાજકોટ શહેર NSUI દ્વારા અમારી એવી ધારણા છે કે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા બે વખત રજુઆત કરવામાં આવી છતાં આપના દ્વારા કોઈ પગલાં ન લેવાતા આપ સાહેબને પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે કોઈ પણ પ્રકારની ચિંતા નથી. એક જાગૃત વિદ્યાર્થી સંગઠન તરીકે અમારી આપની પાસે માંગણી છે કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અથવા શાળાની માન્યતા રદ્દ કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ બાબતે કોઈ હકારાત્મક પગલાં લેવામાં નહીં આવે રાજકોટ શહેર ગજઞઈં દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.