દાહોદની હોસ્પિટલમાં સામે આવી દુર્લભ ઘટના
દંપતીના નિર્ણયથી તબીબો પણ ચોંકી ગયા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મધ્ય ગુજરાતના મહત્તમ આદિવાસી સમાજના લોકોની વસતી ધરાવતા દાહોદ જિલ્લામાં એક દંપતી દ્રારા એવો નિર્ણય લેવામાં આવ્યો જે ચોક્કસપણે હૃદયસ્પર્શી તો છે, પરંતુ સાથે જ પીડાદાયી પણ છે. અહીં એક માતા-પિતાએ જન્મના માત્ર બે દિવસ પછી મૃત્યુ પામનાર દીકરાનું શરીર મેડિકલના અભ્યાસ માટે દાન કરી દીધું છે. વયસ્કોના અંગદાનના તો ઘણાં કિસ્સા આપણે સાંભળ્યા છે, પરંતુ આ પ્રકારને નવજાતનું શરીર વિધાર્થીઓ માટે કોઈએ દાન કયુ હોય તેમ ભાગ્યે જ બન્યું હશે.
ઉલ્લેખનીય છે કે 27મી મેના રોજ સી-સેકશનથી બાળકનો જન્મ થયો હતો, પરંતુ રવિવારે વહેલી સવારે તેનું નિધન થયુ હતું. માતા-પિતાના તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હશે, પરંતુ તેમણે આ દુખની ઘડીમાં પણ નેક કામનો વિચાર કર્યેા અને દીકરાના મૃતદેહને શૈક્ષણિક હેતુ માટે મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એનાટોમી વિભાગને સોંપી દીધો. દાહોદમાં આવેલી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આ પ્રકારનું અંગદાન પહેલીવાર થયું છે.
મૃતક નવજાતના પિતા સુનિલ રામસિંહ ડામોર ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પેારેશનમાં બસ ક્ધડકટર તરીકે કામ કરે છે. તે દેવગઢ બારિયા બસ ડેપો પર કાર્યરત છે. યારે માતા સોનલ ગૃહિણી છે. દાહોદના ઝાલોદ તાલુકાના વારોડ ગામમાં રહેતા સુનિલ જણાવે છે કે, દેહ દાન મહા દાન છે. અમે આ નિર્ણય એટલા માટે લીધો કે, આ સિવાય અન્ય વિકલ્પ એ હતો કે અમે અમારા દીકરાના અંતિમ સંસ્કાર કરતા. પરંતુ જો તેને હોસ્પિટલમાં સોંપીએ તો, મેડિકલ કોલેજના વિધાર્થીઓને કંઈક નવુ શીખવા તો મળશે.