કેન્દ્ર સરકારે રસોઈ ગેસ સિલિન્ડર પર મળનારી સબસીડી ને સીમિત કરી દીધી છે અને હવે સબસિડી મેળવી રહેલા લાખો ગ્રાહકો ને બજાર મૂલ્ય નું પેમેન્ટ કરવાનું રહેશે. ઉજ્વલા યોજના હેઠળ મફત કનેક્શન મેળવનારા નવ કરોડ ગરીબ મહિલાઓ અને લાભાર્થીઓને જ સબસિડીનો લાભ મળશે. તેલ ખાતાના સચિવ પંકજ જૈન દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે અને એમણે કહ્યું છે કે ઉપરોક્ત લાભાર્થીઓના ખાતામાં જ રૂપિયા 200 જમા થશે અને બાકીના લાખો ગ્રાહકોએ બજાર મૂલ્ય મુજબ પેમેન્ટ કરવાનું રહેશે. તેમણે એવી ચોખવટ પણ કરી છે કે જુન 2020 થી રસોઈ ગેસ પર કોઈ સબસિડી આપવામાં આવતી નથી અને ફક્ત એવી જ સબસીડી પ્રદાન કરવામાં આવી રહી છે જેની ઘોષણા નાણામંત્રી દ્વારા 21 માર્ચના રોજ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે કોરોનાવાયરસ મહામારી ના પ્રારંભના દિવસો થી એલપીજી ઉપયોગ કતરઓિ માટે કોઈ સબસિડી નહીં અને ત્યારથી ફક્ત તેવી જ સેક્સ વીડિયો ચાલુ છે જે અત્યારે ઉજ્વલા લાભાર્થીઓ માટે રજૂ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં અંદાજે 30.5 કરોડ એલપીજી કનેક્શન છે અને તેમાંથી નવ કરોડ પીએમ ઉજ્વલા યોજના હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. એલપીજી ના દરો પાછલા છ મહિનામાં ફક્ત 7 ટકા વધ્યા છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા રાંધણગેસ સિલિન્ડર પર મળનારી સબસિડીને સીમિત કરી દેવામાં આવી છે.