ખાસ-ખબરના અહેવાલ બાદ…
ખાસ ખબરે અહેવાલ પ્રસિદ્ધ કરતા હોસ્પિટલ સંચાલકે ભૂલ સુધારી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા શહેરના ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલના સંચાલકે પોતાની હોસ્પિટલની ગંદુ પાણી છેલા કેટલાક સમયથી જાહેરમાં કાઢતા હતા જેને લઇ અહીં પાસે આવેલી સરકારી પુસ્તકાલય અને તાલુકા પંચાયતના અરજદારોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હતું આ અંગેનો અહેવાલ ગત 1 ફેબ્રુઆરીના રોજ પ્રસિધ્ધ કરતા નગરપાલિકાએ ખાનગી હોસ્પિટલ દ્વારા કાઢવામાં આવતા જાહેરમાં પાણીના નિકાલ અંગે નોટિસ આપી હતી જોકે આ હોસ્પિટલ સંચાલકે પોતાની નીંભરતા દર્શાવી નગરપાલિકાની નોટિસને પણ અંદર કર્યું હતું જે અંગે ખાસ ખબર દ્વારા ફરીથી 12 ફેબ્રુઆરીના રોજ બીજો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે બાદ ખાનગી હોસ્પિટલના સંચાલક દ્વારા અંતે કામગીરી આરંભી જાહેરમાં કાઢતા ગંદા પાણીનો નિકાલ અંગે યોગ્ય વ્યવસ્થા હાથ ધરી હતી આ સમગ્ર બાબતમાં સ્થાનિક નગરપાલિકાની ઢીલી નીતિના લીધે વર્ષોથી જાહેરમાં નિકાલ થતા ગંદા પાણી સામે અહીં સરકારી કચેરી ખાતે આવતા અરજદારોને તકલીફ પડતી હતી પરંતુ “ખાસ ખબર” દ્વારા અહેવાલ પ્રસિધ્ધ કરતા વર્ષોથી પડતી મુશ્ર્કેલીનું કાયમી નિરાકરણ આવતા સ્થાનિક નગરપાલિકાની નિષ્ક્રિયતા છતી થઈ હતી.