શ્રાવણ માસમાં અનેરી સેવા કરતા ઑન્લી ઇન્ડિયન
છેલ્લા 13 વર્ષથી દૂધના કેન શિવ મંદિરોમાં મૂકે છે: દૂધનું સગર્ભા બહેનો અને કુપોષિત બાળકોને વિતરણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભગવાન ભોળાનાથનો પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો અનેક પ્રકારે શિવની ભક્તિ સાથે સેવા કરતા હોય છે ત્યારે જૂનાગઢમાં ઑન્લી ઇન્ડિયન તરીકે પોતાની ઓળખ ઉભી કરીને દેશપ્રેમ સાથે અનેક સેવા કરનાર ઑન્લી ઇન્ડિયન દ્વારા શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં અનેરી સેવાનો યજ્ઞ કરી રહ્યાછે શ્રાવણ માસમાં શહરેના મુખ્ય શિવાલયોમાં દૂધના ખાલી કેન મૂકીને બપોર સુધી દૂધ એકત્ર કરીને ગરીબ પરિવારને વિતરણ કરવામાં આવેછે આમ શ્રાવણમાં સેવા સાથે શિવનો એક ભાગ જીવને આપવાના સંકલ્પ સાથે શિવ ભક્તિ કરે છે. જૂનાગઢ શહેરના ઑન્લી ઇન્ડિયન પોતે સિનિયર સીટીઝન છે અને છેલ્લા 13 વર્ષથી શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શહેરના મુખ્ય શિવ મંદિરોમા જાગનાથ મંદિર, રામેશ્વર મંદિર સાથે સિદ્ધનાથ મંદિર સહિતના શિવ મંદિરોમાં સવારે ખાલી દૂધના કેન મૂકી આવે છે અને બપોર સુધીમાં જે શિવ ભક્તો ભગવાન ભોળાનાથને ચડાવામાં આવતું દૂધનો અડધો ભાગ દૂધના કેનમાં આપવામાં આવે છે.
ત્યારે રોજનું 15 લીટર જેટલું દૂધ એકત્ર થાય છે જયારે શ્રાવણના સોમવારે 40 લીટરથી વધુ દૂધ એકત્ર થાય છે એકત્ર થયેલ દૂધને ગરમ કરવામાં આવેછે અને ત્યાર બાદ દૂધને સગર્ભા મહિલા અને કુપોષિત બાળકો સાથે ગરીબ પરિવારને વિતરણ કરવામાં આવે છે. જૂનાગઢના 75 વર્ષીય વૃદ્ધ ઑન્લી ઇન્ડિયન તરીકે શહેર ભરમાં ઓળખ ઉભી કરી છે આ સિનિયર સીટીઝન વ્યક્તિમાં અનેરો દેશપ્રેમ જોવા મળે છે અને શહેર ભરમાં સાઇકલ પર સવારી કરીને પ્રદુષણ મુક્ત ભારત બને તેવો સંદેશ આપે છે શહેરના અનેક ધાર્મિક કાર્યક્રમ હોય તેમાં જોવા મળેછે અને દેશપ્રેમ સાથે અનેક સંદેશા સાથે અનેરી દેશ સેવા કરવાનું ચુકતા નથી.
- Advertisement -
દેશપ્રેમ સાથે શિવ ભક્તિનો અનેરો સંગમ એટલે ઑન્લી ઇન્ડિયન
જૂનાગઢના ઑન્લી ઇન્ડિયન છેલ્લા 25 વર્ષથી સેવાના પર્યાય સાથે 75 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ પોતે જાતે સાઇકલ ચલાવીને અનેરો સેવા યજ્ઞ કરેછે અને ખાસ શ્રાવણ માસમાં શિવ ભક્તોને અપીલ કરીને જે દૂધ એકત્ર કરવામાં આવે છે તેને શિવ ભક્તો પણ સલામ સાથે બિરદાવે છે આજના યુગમાં અનેરી અને અનોખી સેવાથી શહેરીજનો ખુશી વ્યક્ત કરે છે અને ભગવાન ભોળાનાથને ચડાવાનો દૂધનો એક ભાગ સેવા અર્થે ઑન્લી ઇન્ડિયનને આપીને પોતે પણ શિવ ભક્તિ સાથે સેવા યજ્ઞમાં જોડાય છે.