સાઇબર સિકયોરીટી કંપનીનો ધડાકો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
સાયબર સિક્યોરિટી ફર્મ મેકએફી દ્વારા તાજેતરમાં કરાયેલા એક સર્વે મુજબ, દિવાળી સિઝનમાં 45 ટકા ભારતીયોને શોપિંગ સ્કેમ્સ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. દિવાળી દરમિયાન ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલ આવે છે અને આ સમય દરમિયાન ઘણા યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
મેકએફી દ્વારા પહેલી ઑક્ટોબરથી 28 ઑક્ટોબર સુધી સરવે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણાં લોકોને વિવિધ પ્રકારના સ્કેમ માટે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જેમાં 45 ટકા ભારતીયોને શોપિંગને લઈને સ્કેમ કરવામાં આવ્યો હતો. 46 ટકા ટાર્ગેટ કરવામાં આવેલી વ્યક્તિઓ છેતરપિંડીનો શિકાર બની હતી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે હવે લોકોમાં ડરનું પ્રમાણ વધ્યું છે. સર્વે મુજબ, ગયા વર્ષની સરખામણીમાં 2024 માં ટોટલ 78 ટકા ભારતીયો સ્કેમને લઈને ખૂબ જ ડરી રહ્યા છે.
- Advertisement -
AI ને કારણે ચલાવાતા ડીપફેક સ્કેમને કારણે લોકોમાં ડર વધ્યો છે. જો કે, આ ફેસ્ટિવલ દરમિયાન મેકએફી દ્વારા 24,000થી વધુ ઞછકતને બ્લોક કરવામાં આવી હતી, જેના પર સ્કેમ કરવામાં આવી રહ્યો હતો. લગભગ 66 ટકા ભારતીયો ડિસ્કાઉન્ટ અને સમયના બચાવને કારણે ઓનલાઇન શોપિંગ કરવાનું પસંદ કરે છે. વધતી જતી ઓનલાઇન શોપિંગને કારણે સાયબર ક્રિમિનલ્સને મોકળું મેદાન મળ્યું છે. સ્કેમર્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવીને લોકોને છેતરવાનું કામ કરે છે. આ વેબસાઇટ પર યુઝર્સને 99 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપીને આકર્ષવામાં આવે છે. તેઓ ખરીદી તો કરે છે, પરંતુ તેમના ઘરે કોઈ દિવસ સામાન પહોંચતો નથી. મેકએફી દ્વારા કરવામાં આવેલા સરવેમાં, દિવાળી અને દુર્ગા પૂજા દરમિયાન એટલે કે શોપિંગ માટેના સૌથી મહત્ત્વના સમય દરમિયાન, સ્કેમર્સ દ્વારા ફિશિંગ કરવામાં આવી રહ્યું હતું.