ગૃહ મંત્રાલયની સાયબર વિંગ હેઠળ કાર્યરત ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (14C) એ ચેતવણી સંદેશ જાહેર કર્યો છે કે, સ્માર્ટ રમો, સુરક્ષિત રમો-ઑનલાઇન ગેમિંગ વખતે સુરક્ષિત રહો
ગેમિંગ એપ્સ દ્વારા છેતરપિંડીઓની વધતી જતી ઘટનાઓ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, છેતરપિંડીની ઘટનાઓને લઈ ગૃહ મંત્રાલય (MHA) ની સાયબર વિંગે ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણીમાં લોકોને ઑનલાઇન ગેમિંગ કરતી વખતે સાવચેતી રાખવા વિનંતી કરી છે. ગૃહ મંત્રાલયની સાયબર વિંગ હેઠળ કાર્યરત ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (14C) એ ચેતવણી સંદેશ જાહેર કર્યો છે કે, સ્માર્ટ રમો, સુરક્ષિત રમો-ઑનલાઇન ગેમિંગ વખતે સુરક્ષિત રહો. 14C વિંગે સંદેશ દ્વારા લોકોને વિનંતી કરી કે, ફક્ત Google Play Store, Apple Store અને સત્તાવાર વેબસાઇટ્સ જેવા અધિકૃત સ્રોતોમાંથી ઑનલાઇન એપ્લિકેશનો ડાઉનલોડ કરો. 14C એ પણ સલાહ આપી છે કે, વેબસાઈટની કાયદેસરતા સુનિશ્ચિત કરવા માટે હંમેશા ગેમ એપ પ્રકાશકોની માહિતી તપાસો.
- Advertisement -
Stay safe while gaming online! "Play smart, play safe."#I4C #MHA #Cyberdost #Cybercrime #Cybersecurity #DigitalSafety #Stayalert #SocialmediaInsights #awareness #Kids #games @PIBHomeAffairs @mygovindia @MIB_India @MinOfCultureGoI @MinistryWCD @ANI @EduMinOfIndia @YASMinistry pic.twitter.com/mJ7IEbKEKy
— Cyber Dost (@Cyberdost) January 23, 2024
- Advertisement -
સાયબર સિક્યોરિટી વિંગે ચેતવણી આપી છે કે, ગેમ ઇન-એપ ખરીદીઓ અને આકર્ષક સબ્સ્ક્રિપ્શન ઑફર્સની જાળમાં ક્યારેય પડશો નહીં. સાયબર સિક્યોરિટી વિંગે સૂચવ્યું હતું કે, ચેટ અથવા ફોરમ પર વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવચેતી રાખો, કારણ કે સ્કેમર્સ ખેલાડીઓ સાથે છેડછાડ કરવા માટે સોશિયલ મીડિયા યુક્તિઓનો ઉપયોગ કરી શકે છે. આ સાથે ભલામણ કરી છે કે, એપ ડાઉનલોડ કરતી વખતે માત્ર સંબંધિત અને જરૂરી પરવાનગીઓ આપો. I4C ઓનલાઈન છેતરપિંડીના કિસ્સામાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 ડાયલ કરવાનું સૂચન કરે છે.
🚨 Beware of Online Scams! Protect yourself from fraudulent schemes – Stay informed, stay vigilant.#I4C #MHA #Cyberdost #Cybercrime #Cybersecurity #DigitalSafety #Stayalert #SocialmediaInsights pic.twitter.com/zKT1HryqJD
— Cyber Dost (@Cyberdost) January 24, 2024
સરકારે કુલ 581 એપ્સને બ્લોક કરી
નોંધનીય છે કે, ગયા વર્ષે 15 ડિસેમ્બર સુધી કેન્દ્ર સરકારે કુલ 581 એપ્સને બ્લોક કરી હતી અને તેમાંથી 174 સટ્ટાબાજી અને જુગારની એપ અને 87 લોન આપતી એપ હતી. આ એપ્સને MHAની ભલામણો પર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા બ્લોક કરવામાં આવી હતી. આ એપ્સને IT એક્ટ, 2000ની કલમ 69A હેઠળ બ્લોક કરવામાં આવી હતી. આ ગેમિંગ એપ્લિકેશન્સમાં PUBG, Garena Free Fireનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે જુલાઈમાં કેન્દ્રએ IGST એક્ટમાં સુધારો કર્યો હતો, જે તમામ ઑફશોર ગેમિંગ કંપનીઓ માટે ભારતમાં નોંધણી કરાવવી ફરજિયાત બનાવી હતી. તદુપરાંત કાયદાએ કેન્દ્રને એવી વેબસાઇટ્સને બ્લોક કરવાની સત્તા પણ આપી છે જે નોંધાયેલ નથી અને કાયદાનું ઉલ્લંઘન કરે છે. સટ્ટાબાજીના પ્લેટફોર્મ પ્રોક્સી બેંક ખાતાઓ દ્વારા UPI ચૂકવણીઓ એકત્ર કરી રહ્યા હતા અને પ્રોક્સી ખાતાઓમાં જમા થયેલ ભંડોળ હવાલા, ક્રિપ્ટો અને અન્ય ગેરકાયદેસર માર્ગો દ્વારા મોકલવામાં આવતું હતું.