ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા અને ખાલી રહેલા MIG કેટેગરીના 50 આવાસો તથા EWS-2-2 કેટેગરીના 133 આવાસો માટે 17 ઑક્ટોબરથી 16 નવેમ્બર, 2024 સુધીમાં ફોર્મ ભરી શકશે, તેવી જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવાસના મકાન માટે રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જેમાં ઓનલાઇન ફોર્મ ભરવા માટે રૂ. 50 ભરવાના થશે. જ્યારે ડિપોઝિટ ભરપાઈ નિયમાનુસાર રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડિપોઝિટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી જ રહેશે.
MIG કેટેગરી:-
ક્રમ સાઇટનું નામ સંખ્યા
1 348, હેવલોક એપા.ની સામે, જયભીમનગર, જડડુસ રેસ્ટો. વાળો રોડ 10
2 104, વસંત માર્વેલની બાજુમાં, વિમલનગર મેઈન રોડ 7
3 એસ-2, દ્વારકાધીશ હાઈટ્સની બાજુમાં, 150 ફૂટ રોડ 17
4 48-એ, સેલેનીયમ હાઈટ્સની સામે, મવડી પાળ ગામ રોડ 16
કુલ50
EWS – 2 કેટેગરી:-
ક્રમ સાઇટનું નામ સંખ્યા
1 51-બી, વાવડી, તપન હાઈટ્સ રોડ, પુનીત નગર પાણીના ટાંકા ની સામે 53
2 51-બી, મવડી, સેલેનીયમ હાઈટ્સની સામે, મવડી પાળ ગામ રોડ 30
3 33-એ, ક્રિસ્ટલ હેવનની પાછળ, મવડી કણકોટ રોડ 16
4 38-એ, ક્રિસ્ટલ હેવનની પાછળ, મવડી કણકોટ રોડ 34
કુલ133
MIG કેટેગરીના આવાસોની વિગત નીચે મુજબ છે.
હ 03 BHK, ક્ષેત્રફળ 60 ચો.મીટર, આવાસની કિંમત રૂ.18 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂ. 06 થી 7.50 લાખ સુધીની રહેશે.
EWS-2 કેટેગરીના આવાસોની વિગત નીચે મુજબ છે.
1.5 BHK, ક્ષેત્રફળ 40 ચો. મીટર, આવાસની કિંમત રૂ.5.50 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂ.03 લાખ સુધીની રહેશે.
ફોર્મ ભરતી વખતે કોઇ ટેકનીકલ ઇસ્યુ ઉદ્દભવે તો આવાસ યોજના વિભાગના ફોન નં. 0281 – 2221615 પર કોન્ટેકટ કરવો.