અભયમ કોમ્પલેક્ષની દુકાનોમાં ઑનલાઇન ગેમિંગના હાટડા શરૂ થયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
- Advertisement -
રાજ્યમાં દારૂ અને જુગાર જેવું બદી દિન પ્રતિદિન વધતી જાય છે તેવામાં શ્રાવણ મહિનો શરૂ થતાં જ જુગારીઓ પણ ધાર્મિક મહિનાને લજવી જુગારના રવાડે ચડે છે ત્યારે જુદા જુદા પ્રકારના જુગાર પર પોલીસ દ્વારા દરોડા થતાં હવે જુગારીઓ દ્વારા જુગાર રમવા માટેનો નવો કીમિયો ઘડ્યો છે જેમાં પાટડી શહેરના અભયમ કોમ્પલેક્ષ ખાતે ઓનલાઇન ગેમિંગ ધર્મ શરૂ થયું છે. આ ઓનલાઈન ગેમિંગમાં એકના દશની લાલચે યુવાનો આકર્ષાય છે અને જુગારના રવાડે ચડી છે.
જે પ્રકારે આધુનિક યુગની તમામ પ્રકારે જીવન જરૂરિયાત અને રોજિંદો નિત્યક્રમ સરળ થઈ રહ્યો છે તે પ્રકારે આધુનિક યુગની માફક જુગાર પણ ઓનલાઇન શરૂ કરી યુવાનોને બરબાદીના પંથે નોતરતા કેટલાક ઈસમો પોતે રૂપિયા કમાવવાની લાલચે કૃત્ય શરૂ કર્યું છે તેવામાં પાટડી ખાતે ઓનલાઇન ગેમિંગના નામે શરૂ થયેલ જુગારના હાટડા બંધ થાય તેવી જાગૃત નાગરિકોમાં લોકમાંગ ઉઠવા પામી છે.