ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ શહેરના ભવનાથ ક્ષેત્રના પાજનાકા પુલની નીચે ખૂબ કચરો જમા થઇ જતા મહાનગર પાલિકાની સેનીટેશન શાખાને જાણ થતા તુર્ત જ ક્લીન અપ શાખા અને સેનીટેશન શાખાના સંયુક્ત ઉપક્રમે કમિશનર ડો.ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનર ડી.જે.જાડેજા તથા સેક્રેટરી અને આસી.કમિશનર(ટેક્ષ) તથા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ જી.ટોલીયાના માર્ગદર્શન મુજબ સેનિ.સુપરવાઈઝર રાજેશભાઈ ત્રિવેદી દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિતેશ ભાઈ સરવૈયા,સફાઈ સુપરવાઈઝરો, ફોરેસ્ટ અધિકારી બી.બી.મકવાણા, રાઠોડભાઈ, વન વિભાગના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓની મદદથી આશરે એક ટન કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો. આ તકે ધાર્મિક ફોટાઓ, પ્લાસ્ટિકની થેલીઓ, ફૂલ, નારિયેળ અને અન્ય કચરો ન નાખવા અંગે માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. તેમજ વન વિભાગના કર્મચારીઓ દ્વારા જાહેરમાં કચરો નાખવા બદલ રૂ.2000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં એક ટન કચરો એકત્ર કરાયો : જાહેરમાં ગંદકી કરનારને 2 હજારનો દંડ



