રાજકોટમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મામા-ભાણેજની લડાઈમાં ભાણેજની હાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સહકાર પેનલને જયોતીન્દ્ર મહેતા (મામા) અને સંસ્કાર પેનલને કલ્પક મણિઆર (ભાણેજ)નો દોરી સંચાર હતો. જેમાં ભાજપનુ સહકારી પેનલને શરૂઆતથી સમર્થન હતું. ત્યારે આજે મત ગણતરી શરૂ થયાના 2 કલાક બાદ ચિત્ર સ્પષ્ટ જણાતા મેયર નયનાબેન પેઢડિયા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતના સહકાર પેનલના આગેવાનોને શુભેચ્છા આપવા માટે પહોંચી ગયા હતાં. દરમિયાન સહકાર પેનલના આગેવાન હંસરાજ ગજરાએ કહ્યું કે, બેંકમાં કોઈ કૌભાંડો થયા નથી. તો વિજેતા ઉમેદવાર દેવાંગ માંકડે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાની આ જીત છે. બળવો કરતા પૂર્વ ચેરમેન કલ્પક મણિઆર હાર ભાળી ગયા હોય તેમ શરૂઆતથી જ મત ગણતરી કેન્દ્ર પર ડોકાયા ન હતા. હવે 23મીએ નાગરિક બેંકના ચેરમેનની જાહેરાત થવાની છે.
હંસરાજ ગજેરાએ જણાવ્યું હતુ કે, સહકાર પેનલના 2 મહિલા ઉમેદવારો શરૂઆતથી જ વિજેતા બન્યા છે. આ પેનલની જીત થઈ ગઈ છે. ચૂંટણીમાં સહકાર અને સંસ્કાર પેનલના ઉમેદવારોએ સહકાર આપ્યો. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ છે, જેમાં સહકાર પેનલ જીતી ગઈ છે. અક્ષત વચ્ચે પણ એક પણ ડિપોઝીટર દ્વારા ડિપોઝિટ પરત લેવામાં આવી નથી. જ્યારે વિજેતા ઉમેદવાર દેવાંગ માંકડે જણાવ્યું હતુ કે, નાગરિક બેંકની ચૂંટણીમાં સંઘની વિચારધારા વાળી સહકાર પેનલની જીત થઈ છે. ચૂંટણી લડતા તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજેતા બન્યા છે. જ્યારે ચેરમેન માટે આપનું નામ ચર્ચાઈ રહ્યું છે, તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે, અમારા માટે કોઈ પદ હોતું નથી, જવાબદારી હોય છે. જેથી કોઈને પણ ચેરમેન બનાવવામાં આવે તેઓ તે જવાબદારી સ્વીકારશે.
સહકાર પેનલ તરફથી 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં આ ઉમેદવારો વિજેતા
- Advertisement -
1) માધવ દવે
2) ચંદ્રેશ ધોળકિયા
3) દિનેશ પાઠક
4) અશોક ગાંધી
5) ભૌમિક શાહ
6) કલ્પેશ ગજ્જર પંચાસરા
7) ચિરાગ રાજકોટિયા
8) વિક્રમસિંહ પરમાર
9) હસમુખ ચંદારાણા
10) દેવાંગ માંકડ
11) ડો.એન.જે.મેઘાણી
12) જીવણ પટેલ
13) જ્યોતિબેન ભટ્ટ
14) કિર્તીદાબેન જાદવ
15) નવીન પટેલ (બિનહરીફ)
16) સુરેન્દ્ર પટેલ (અમદાવાદ) (બિનહરીફ)
17) દીપક બકરાણીયા (મોરબી) (બિનહરીફ)
18) મંગેશ જોશી (મુંબઈ) (બિનહરીફ)
19) હસમુખ હિંડોચા (જામનગર) (બિનહરીફ)
20) બ્રિજેશ મલકાણ
21) લલિત વોરા (ધોરાજી) (બિનહરીફ)