વાડી પાસે પોતાની લીઝ હોવાનો દાવો કરી, જમીન ખાલી કરવા ધમકીઓ આપતાં હતા
વાંકાનેરના મહીકા ગામે આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ સિવિલમાં ખસેડાયા’તા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વાંકાનેરના મહીકા ગામે રેતી ખનન, જમીન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા રાજકટો ખસેડાયા હતા અહીં દાખલ ત્રણ પૈકી એક યુવકનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે ખેડૂત પરિવારની વાડી નદી કાંઠે હોય, ખનન માફિયાઓએ પોતાની લીઝ હોવાનો દાવો કરી જમીન ખાલી કરી નાખવાની ધમકીઓ આપતાં હોવાનો આક્ષેપ કરતા વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા કલ્પેશ વિનોદભાઈ બાંભણીયા ઉં.23, વિશાલ વિનોદભાઈ બાંભણીયા ઉ.20 અને યશ હરિભાઈ બાંભણીયા ઉ.18એ ગઈકાલે પોતાની વાડીએ ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરૂ, એ. જી. મકવણા, પ્રતાપભાઈ, રવિભાઈ, ધર્મેન્દ્રભાઈએ વાંકાનેર તાલુકા પોલીસને કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં પેઢી દર પેઢી જે ખેતીની જમીન વાવે છે તે બાજુની જમીનમાં લીઝ રાખનારા શખ્સો ખાલી કરવાનું કહી સતત ધાકધમકી આપતાં હોઈ અને આજે માથાકુટ કરવા આવતાં ત્રણેયે ગભરાઈને આ પગલુ ભરી લીધું હતું ત્રણ યુવાનોમાં કલ્પેશ અને વિશાલ સગા ભાઈ છે.
- Advertisement -
જ્યારે યશ તેના કાકાનો દીકરો છે પરિવાર પેઢી દર પેઢી આશરે 80 વર્ષથી મહીકામાં નદી કાંઠે આવેલી જમીન વાવે છે દર મહિને પંચાયતને તેની નિયમ મુજબનું ભાડુ – વેરો ભરે છે. આ તરફ નદી કાંઠે રેતીની લીઝ સરકારે ફાળવી છે. તેવો દાવો કરતા શખ્સો એવુ કહે છે કે જે જમીન તેઓ વાવે છે તે પણ તેને લીઝમાં મળી છે અને એટલે ખેતીની જમીન ખાલી કરવી પડશે. પંદરેક દિવસથી આ લોકો સતત ધમકાવે છે. ગઈકાલે સવારે આ લોકો જેસીબી લઈ વાડીની જમીનમાં રસ્તો કરવા આવ્યા હતા અને વિશાલ, કલ્પેશ, યશ સાથે માથાકુટ થઈ હતી અને મારવા દોડતા ત્રણેય ગભરાઈને ભાગ્યા હતા આરોપીઓ પરત જતી વખતે કહેતા ગયા હતા કે અમે હમણાં પાછા આવીએ છીએ જેથી ડરીને ત્રણેય રીંગણીના છોડમાં છાંટવાની દવા પી ગયા હતા અહીં સારવારમાં રાત્રે યશનું મૃત્યુ નીપજ્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી કરી હતી યુવાનના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.



