-રામનાથ કોવિંદના વડપણની સમિતિ એક દેશ એક ચુંટણીની વ્યવહારીકતા પર તપાસ કરશે
કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેકશનની જાહેરાત કરી છે અને તેના માટે કેન્દ્ર સરકારે પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમીતીની રચનાની જાહેરાત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નિવાસે મળવા ગયા હતા.
- Advertisement -
'One Nation, One Election': Opposition criticises Centre's move; BJP welcomes idea
Read @ANI Story | https://t.co/nNOo0MRoi2#OneNationOnePoll #BJP #Congress pic.twitter.com/Wp27wwIf1x
— ANI Digital (@ani_digital) September 1, 2023
- Advertisement -
એક દેશ એક ચુંટણીની કેન્દ્ર સરકારે જાહેર કરતા દેશમાં લોકસભા ચુંટણી વહેલી થવાની સંભાવના વધી ગઈ છે. કેન્દ્ર સરકારે આ મુદે પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષસ્થાને સમીતીની જાહેરાત કરી છે. આ સમીતી આ મામલે વ્યવહારીકતા અને તંત્રની માહિતી મેળવશે કે કેવી રીતે દેશમાં લોકસભા અને રાજય વિધાનસભાની ચુંટણીની સ્થિતિ બની શકે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1967 સુધી દેશમાં એક દેશ એક ચુંટણી થતી હતી.