10 વર્ષથી ડાયાબિટિસથી પીડાતા યુવકનું મોત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગઈકાલે યુવક અને પરિણીતાના હાર્ટએટેકથી મોત થયાની ઘટના હજુ તાજી જ છે ત્યાં આજે ફરી એક યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કોઠારીયા રોડ પર આવેલ શીવમ પાર્કમાં રહેતાં 10 વર્ષીય હિતેષભાઈ ચંદુભાઈ ગજેરા ગત સાંજે ઘરે હતા ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતા બેભાન થઈ ઢળી પડયા હતા જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈમાં નાનો અને અપરિણીત હોવાનું તેમજ મોટાભાઈ સાથે રહી મજુરીકામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું તે છેલ્લા દસ વર્ષથી ડાયાબીટીસની બીમારીથી પીડાતો હતો હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.