દિલ્હીમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત યોજાયેલા રાષ્ટ્રીય સેમિનારમાં મહાનુભાવોના હસ્તે એવોર્ડ
સૌરાષ્ટ્ર- ગુજરાતનાં ઉદ્યોગ સાહસિકો માટે ગૌરવની ક્ષણ
મિતુલ વસાએ આ એવોર્ડ યુવા ઉદ્યોગ સાહસિકોને અર્પણ કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નાના અને મધ્યમ ઉધોગ ક્ષેત્રે મોટું નામ ધરાવતા અને સફળતાના અનેક શિખરો સર કરનાર રાજકોટની વિસામન ગ્લોબલ સેલ્સ લિમિટેડના યુવા અને પ્રતિભાશાળી ચીફ મેનેજિંગ ડિરેક્ટર ડો. મિતુલ વસાએ પોતાની યશકલગીમાં વધુ એક પિંછુ ઉમેર્યું છે. ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ એસોસિએશન ( ઇડરા) દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે આત્મ નિર્ભર ભારત અંતર્ગત યોજાયેલા દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન વિષય પરના રાષ્ટ્રીય સેમિનારમાં મિતુલભાઈ વસાને અગ્રણી ઉભરતા ઉદ્યોગ સાહસિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવીને મિતુલભાઈ વસાએ માત્ર રાજકોટ જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ગૌરવ બદલ મિતુલ વસા ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે
આ અગાઉ ગોવામાં યોજાયેલા એક સમારોહમાં કેન્દ્રિય મંત્રી ફગ્ગનસિંહ ફૂલસ્તેના હસ્તે તેમને યંગ બીઝ્નેસમેન ઓફ ધ યરનો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયો હતો.મિતુલભાઈ વસાએ પ્રતીભાવ આપતા કહ્યું છે કે, આ એવોર્ડ હું મારા જેવા યુવા અને સાહસિક ઉદ્યોગ સાહસિકોને અર્પણ કરું છુ. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ એમ.એસ.એમ.ઇ.સેક્ટરને આપેલા પ્રોત્સાહન બાદ ઘણા યુવાનો બિઝનેસ માટે આગળ આવ્યા છે અને તેને કારણે જ દેશમાં સ્ટાર્ટઅપ વધી રહ્યા છે.
જીવનમાં સખત મહેનત અને સ્માર્ટ વર્કને હમેશા પ્રાધાન્ય આપતા ડો. મિતુલ વસા મૂળ મોટી પાનેલીના વતની સુરેશભાઇ ગુલાબચંદ વસાના પુત્ર છે અને તેમના વિઝનને આજે તેમણે સાર્થક કરી બતાવ્યુ છે.
બે વર્ષ પહેલા તેમની કંપની વિસામન ગ્લોબલ સેલ્સ લી.ને દેશની શ્રેષ્ઠ એમ.એસ.એમ.ઇ. કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો અને તેના જ યંગ એન્ડ ડાયનેમિક મેનેજિંગ ડિરેક્ટર ડો. મિતુલ વસાને યંગ બીઝ્નેસમેન ઓફ ધ યરનો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ડો. મિતુલ વસાએ બીઝ્નેસ મેનેજમેંટમાં પીએચ.ડી. કર્યું છે. તેમણે પોતાની કારકિર્દીમાં અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યા છે અને સફળતાના શિખરો સર કર્યા છે. સ્વભાવે પણ તેઓ એટલા જ નમ્ર અને મિલનસાર છે. તેઓ અનેક સામાજિક સંસ્થા સાથે પણ સંકળાયેલા છે.
- Advertisement -
વસા પરિવારના સુરપુરા વીસામણદાદાના નામ ઉપર જ શરૂ કરવામાં આવેલી આ કંપની ઇન્ફ્રાસ્ટ્રકચર, વેરહાઉસ, સ્ટેડિયમ અને બિલ્ડીંગ માટેના સ્ટ્રક્ચર સ્ટીલ પૂરા પાડે છે અને તે સ્ટેચ્યું ઓફ યુનિટી, મેટ્રો રેલ, રાજકોટ અને વડોદરા બસ પોર્ટ, મુન્દ્રાપોર્ટ, એરપોર્ટ, ઇસરો અને એરફોર્સ વગેરેને સ્ટીલ સપ્લાય કરી ચૂકી છે. કંપની ભવિષ્યમાં રાજકોટ, જામનગર અને ભવનગરમાં આવનારી મેટ્રોલાઇટ માટે સ્ટીલ સપ્લાય કરવા માટે આશાવાદી છે.


