ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે મોટું નિવેદન આપ્યું છે.
કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું કે વાનકુવર સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને તાજેતરમાં જ કેનેડિયન અધિકારીઓ દ્વારા સૂચિત કરવામાં આવ્યા હતા કે તેમનું ઑડિયો અને વીડિયો સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપી. તેમણે કહ્યું, “તાજેતરમાં, વાનકુવર સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને કેનેડિયન અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમનું ઑડિયો અને વીડિયો સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે અને તેમના અંગત પત્રવ્યવહાર પર પણ નજર રાખવામાં આવી રહી છે.”
- Advertisement -
વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહી આ વાત
વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે ભારત સરકારે આ મુદ્દે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશન સમક્ષ 2 નવેમ્બર, 2024 ના રોજ સખત વિરોધ નોંધાવ્યો કારણ કે આ કાર્ય તમામ રાજદ્વારી જોગવાઈઓનું ઘોર ઉલ્લંઘન હતું. તેમણે કહ્યું, “વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયાને તેમની સાપ્તાહિક બ્રીફિંગમાં પણ કહ્યું કે ટેકનિકલ પાસાઓને ટાંકીને, કેનેડા સરકાર એ હકીકતને યોગ્ય ઠેરવી શકે નહીં કે તે હેરાન કરી રહી છે અને ધમકાવી રહી છે. અમારા રાજદ્વારીઓ અને વાણિજ્ય દૂતાવાસના કર્મચારીઓ પહેલાથી ઉગ્રવાદ અને હિંસાના વાતાવરણમાં કામ કરી રહ્યા છે. કેનેડા સરકારની આ કાર્યવાહી પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે અને તે સ્થાપિત રાજદ્વારી ધોરણો અને પ્રથાઓને અનુરૂપ નથી.”
કેનેડાના સંપર્કમાં છે ભારત સરકાર
- Advertisement -
વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સુરક્ષાના પ્રશ્ન પર, ભારત સરકાર એ સુનિશ્ચિત કરવા માટે કેનેડા સાથે સતત સંપર્કમાં છે કે અમારા રાજદ્વારી કર્મચારીઓ અને સંપત્તિઓને દરેક સમયે પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે. અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે કેનેડા સાથે ભારતના સંબંધો પડકારજનક રહ્યા છે અને આજે પણ છે કારણ કે ત્યાંની સરકાર દ્વારા આવા ચરમપંથી અને અલગતાવાદી તત્વોને રાજકીય આશ્રય આપવામાં આવે છે જે ભારત વિરોધી એજન્ડાનું સમર્થન કરે છે.
અબ્દુલ વહાબે પૂછ્યો હતો સવાલ
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના અબ્દુલ વહાબે વિદેશ મંત્રાલયને સવાલ પૂછ્યો હતો કે શું એ સાચું છે કે કેનેડા સાથેના ભારતના સંબંધો ખરાબ થયા છે. આના જવાબમાં, સિંહે કહ્યું, “કેનેડા સાથે ભારતના સંબંધો પડકારથી ભરેલા રહ્યા છે અને આજે પણ છે. કારણ કે કેનેડા સરકાર દ્વારા મુખ્યત્વે એવા ચરમપંથી અને અલગતાવાદી તત્વો અને એવા વ્યક્તિઓને રાજકીય આશ્રય આપવામાં આવે છે જેઓ ભારત વિરોધી એજન્ડાનું સમર્થન કરે છે અને ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને જોખમમાં મૂકતી હિંસક પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે કેનેડાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે.”