15મી સુધી દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજકોટમાં આજે બપોર સુધીમાં એક ઇંચ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. રવિવારે વરસાદે અમદાવાદને ધમરોળી નાખ્યું હતું. તે ઉપરાંત સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. આગામી ત્રણ કલાકમાં હવામાન વિભાગે 30થી 40 કિ.મીના પવન સાથે વરસાદની આગાહી કરી છે.
- Advertisement -
150 ફૂટ રિંગ રોડ અને માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં : સિઝનનો કુલ વરસાદ 13.50 ઈંચ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે સવારથી શહેરમાં ધીમીધારે વરસાદ શરુ થયો હતો અને બપોરે 2 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. કાલાવડ રોડ પર વરસાદને પગલે રસ્તા પર ખાડા પડ્યા હતા. એ સમયે પ્રિ-મોન્સૂન પ્લાનની વાતો કરતા મહાનગરપાલિકાના સતાધીશો અને કર્મચારીઓની પોલ ખુલી હતી. આવા સમયે જડુસ હોટેલ પાસે ફરજ તૈનાત ઝછઇના જવાનોએ ખાડા બુર્યા હતા.હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને પશ્ચિમ રાજકોટ હેઠળના 150 ફૂટ રીંગ રોડ અને કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં સવારે 9 વાગ્યાથી મેઘસવારી આવી પહોંચી છે.
ન્યુ રાજકોટમાં માધાપર ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા હતા.