ભાઈ બીજની ઉજવણી કરી પરત ફરી રહેલા પતિ-પત્નીને કારચાલક નબીરાએ અડફેટે લીધાં, યુવકનું ઘટના જ સ્થળે મોત મહિલાની હાલત ગંભીર
અમદાવાદના તથ્ય પટેલની જેમ જામનગરના નબીરા ગુલમામદ ઉર્ફે રાજા સાટીએ સર્જ્યો અકસ્માત
- Advertisement -
ગુલમામદ ઉર્ફે રાજા સાટીએ અગાઉ પણ એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતાં મૃત્યુ નિપજ્યું હતું
પોલીસે હળવી કલમ લગાવી ગુલમામદ ઉર્ફે રાજા સાટીને છોડી મૂક્યો: માલેતુજાર પિતાએ પોલીસ સાથે ‘સેટિંગ’ કરી લીધાની ચર્ચા
ખાસ-ખબર સંવાદદાતા
જામનગરમાં રફતારના રાજા એવા એક યુવકે જામનગર-રાજકોટ હાઈવે પર ઇખઠ કાર પુરપાટ ઝડપે ચલાવી અને દંપતિને અડફેટ લીધા હતા. જેમાં પતિનું મોત નીપજ્યું છે. જ્યારે પત્નીની હાલ સારવાર ચાલી રહી છે. મહત્ત્વનું છે કે, ઇખઠ કારચાલક નબીરાની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અકસ્માતની ફરિયાદ દાખલ થઈ છે.
- Advertisement -
આ અકસ્માત નાની બાણુંગાર અને રામપરના પાટીયા વચ્ચે થયો હતો. કાલે બુધવારે રાત્રે સવા અગિયાર વાગ્યા આસપાસ પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે કે, બુધવારે સાંજે 7 વાગ્યા આસપાસ આ અકસ્માત થયો હતો. જામનગરના રાજ પાર્ક નજીકના રમણ પાર્ક (ગણેશ કોલ્ડ સ્ટોરેજ નજીક) વિસ્તારમાં રહેતાં અને અભ્યાસ કરતાં યશ દિનેશભાઈ મકવાણાએ પોલીસમાં જાહેર કર્યું છે કે, ફરિયાદીના પિતા દિનેશભાઈ મકવાણા તથા માતા અનિતાબેન પોતાનું મોટરસાયકલ નં. ૠઉં-10-ઇઇં-1795 લઈ, રાજકોટ તરફના રોડ પરથી જામનગર તરફ આવી રહ્યા હતાં તે સમયે ૠઉં-10-ઉગ-0007 નંબરની કારે પાછળથી પોતાની કાર પૂરઝડપે બેફિકરાઈથી ચલાવી ફરિયાદીના પિતા દિનેશભાઈના મોટરસાયકલને જોરદાર ઠોકર લગાવી હતી. આથી આ દંપતિ હાઈવે પર ફેંકાઈ ગયું હતું. આ અકસ્માતમાં ફરિયાદીના પિતા દિનેશભાઈને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેઓ મૃત્યુ પામ્યા હોવાનું હોસ્પિટલના તબીબોએ જાહેર કર્યું છે.
જ્યારે ફરિયાદીના માતા અનિતાબેનને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે કારના ચાલક 20 વર્ષના વિદ્યાર્થી ગુલમામદ જુમાભાઈ સાટી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી તેના વિરૂદ્ધ હળવી કલમ લગાવી જામીન પર મુક્ત કરી દીધો હોવાનું તેમજ તેનાં પિતાએ પોલીસ સાથે ‘સેટિંગ’ કરી લીધાંની ચર્ચાએ જોર પકડ્યું છે. તેના પિતા શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે. સ્થાનિકો દ્વારા જાણવા મળતી વિગત અનુસાર નબીરા કારચાલક ગુલમામદ સાટીએ અગાઉ પણ બેફામ કાર હંકારી એક અકસ્માત કર્યો હતો જેમાં એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. જેથી આ નબીરા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.