શિક્ષણપ્રેમીઓ, પ્રાધ્યાપકો અને સંશોધકોએ ભારતીય જ્ઞાન પરંપરા, કૌશલ્ય વિકાસ અને શિક્ષકની ગુણવત્તા પર ચર્ચા કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું પ્રભાવી કાર્યાન્વયન વિષય પર એક દિવસીય કાર્યશાળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વિવિધ શિક્ષણપ્રેમીઓ, પ્રાધ્યાપકો અને સંશોધકોની ઉપસ્થિતિ રહી હતી.
ઉદ્ઘાટન સત્ર: કાર્યક્રમનો આરંભ સવારે 10:00 વાગ્યે નોંધણી સાથે થયો હતો અને સવારે 10:30 કલાકે ઉદ્ઘાટન સત્ર યોજાયું હતું.
પ્રથમ સત્ર: આ સત્ર સવારે 11:30 થી બપોરે 1:00 દરમિયાન યોજાયું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ ડો. અતુલભાઈ કોઠારીએ ભારતીય જ્ઞાન પરંપરા વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું.
બીજું અને ત્રીજું સત્ર: બપોરે 2:00 થી 3:30 વાગ્યા સુધી ચાલેલા આ સત્રોમાં કૌશલ્ય: કૌશલ વિશ્વવિદ્યાલય, અમદાવાદના મહાનિર્દેશક પ્રો. (ડો.) એસ.પી. સિંહે કૌશલ્ય આધારિત શિક્ષણ અને કૌશલ્ય વિકાસ વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ નિવૃત્ત કમાન્ડર ડો. ભૂષણ દિવાને દેશના વર્તમાન પડકારો સામે શિક્ષકની ગુણવત્તા અને શિક્ષણની દિશા પર તેમના અભિપ્રાય રજૂ કર્યા હતા.
અંતિમ સત્ર: કાર્યક્રમના અંતે, સાંજે 4:00 થી 5:15 વાગ્યા સુધી મુક્ત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ કાર્યશાળામાં ભાગ લેનારા તમામ મહાનુભાવોએ સહમતિ વ્યક્ત કરી હતી કે આ કાર્યક્રમે શિક્ષણ ક્ષેત્રે આવનારા બદલાવોને ધ્યાનમાં રાખીને એક યોગ્ય દિશા અને વિચારપ્રેરણા પૂરી પાડી છે.