ભારતીય ટીમે પોતાના જ ઘરમાં સાઉથ આફ્રિકાને ટી20 સીરિઝમાં 2-1થી માત આપી છે. હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરિઝ રમવામાં આવશે. સિરીઝની પહેલી મેચ આજે એટલે કે 6 ઓકટોબરના રોજ લખનૌનાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવશે.
આ મેચ ભારતીય સમય અનુસાર, બપોરે દોઢ વાગ્યાથી શરૂ થશે. આ સીરિઝમાં રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા નહીં હોય. શિખર ધવન જ ટીમની કમાન સંભાળશે. રોહિત હવે સીધા વર્લ્ડ પકમાં જ રમશે, જ્યારે શિખર ધવન વર્લ્ડ કપમાં ટીમનો હિસ્સો નથી.
- Advertisement -
રોહિત ઉપરાંત આ વન ડે સીરિઝમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત સહિત અન્ય સિનિયર પ્લેયર્સને પણ આરામ આપવામાં આવ્યો છે. આટલા સિનિયર્સને આરામ આપ્યા બાદ શ્રેયસ અય્યરને ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. રોહિત અને કોહલીની ગેરહાજરીમાં ધવન પાસે સીરિઝમાં ધમાલ મચાવવાનો અવસર છે.
Hello Lucknow 👋#INDvSA #BePartOfIt pic.twitter.com/U2v2pkCNXP
— Proteas Men (@ProteasMenCSA) October 5, 2022
- Advertisement -
યુવાઓ માથે મોટી જવાબદારી
સિનિયર્સને આરામ મળવાને કારણે આ સીરિઝમાં યુવાઓને ટીમ ઈન્ડિયા માટે રમવાની શાનદાર તક મળી છે. શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડની ટીમમાં વાપસી થઈ છે. જ્યારે ઘરેલૂ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, શાહબાઝ અહમદ, મુકેશ કુમારને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. સંજૂ સેમસનને પણ ટીમમાં જગ્યા મળી છે.
દીપક – શ્રેયસ સીરિઝ બાદ ઓસ્ટ્રેલીયા જશે
પહેલી વન ડે મેચ માટે ટીમ ઈન્ડિયા લખનૌ પહોંચી ગઈ છે અને ખેલાડીઓએ પ્રેક્ટિસમાં પણ ખૂબ જ મહેનત કરી છે. આ વન ડે સીરિઝમાં ફાસ્ટ બોલર દીપક ચાહર અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરને પણ જગ્યા મળી છે. આ બંને પ્લેયર્સને ટી20 વર્લ્ડ કપ માટે પણ સ્ટેન્ડ બાય પ્લેયર્સની લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. સીરિઝ બાદ બંને પ્લેયર્સ ઓસ્ટ્રેલીયા માટે રવાના થશે.
💬💬 ‘We have a good squad and it is great to see fresh energy and enthusiasm among the new players in the side’ – #TeamIndia captain @SDhawan25 ahead of the #INDvSA ODI series 👍 pic.twitter.com/IxuwGy5BBF
— BCCI (@BCCI) October 5, 2022
વન ડે સીરિઝ માટે ભારતીય ટીમ
શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન, સંજૂ સેમસન, શાહબાઝ અહમદ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઇ, મુકેશ કુમાર, આવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને દીપક ચાહર