મૌલેશ પટેલની અનેક ઓળખ છે, સિદસર મંદિરનાં અધ્યક્ષ પણ તેમને કહી શકો, બાન લેબ્સનાં સર્વેસર્વા પણ કહી શકો, અનેક સંસ્થાઓનાં સક્રિય હોદ્દેદાર પણ કહી શકો અને એક દાનવીર પણ કહી શકો. તેમને ધર્મપ્રેમી અને આસ્થાવાન પણ ગણાવી શકો. આમ તો તેમને બધા ઓળખે છે પરંતુ અહીં ‘ખાસ-ખબર’ તેમને કેટલાંક સાવ નોખાં અને ઑફ્ફ-બિટ સવાલો કરે છે જેનાં તેઓ દિલ ખોલીને જવાબો આપે છે…
– કિન્નર આચાર્ય
આપણે સારૂં જીવીએ, સારૂં વધીએ, એવું જીવીએ અને એવા વધીએ કે આપણું પાત્ર ભજવીને નષ્ટ થઈએ ત્યારે ભગવાન દ્વારકાધીશ સ્વયં આપણને ગળે લગાડીને કહે કે, ‘વેલ ડન!’
- Advertisement -
પ્રશ્ર્ન: તમારી ફેવરિટ ટાઈમપાસ પ્રવૃત્તિ કઈ?
મૌલેશભાઈ: ખરેખર કહું તો મને મનગમતી પ્રવૃત્તિઓ કરવાનો સમય જ મળતો નથી. રાજકોટની અને અન્ય જગ્યાઓની એટલી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું કે, વર્ષમાં માત્ર એક-એક દિવસ જ એ સંસ્થાઓને ફાળવું તો 50-60 દિવસ તો તેમાં જોઈએ. ઘણી વખત મન થાય છે કે, મમ્મી-પપ્પા સાથે એકાદ કલાક ગપ્પાં મારૂં. પણ મારૂં ધાર્યું નથી થતું. ધાર્મિક પ્રવૃત્તિ, ધર્મકાર્યો, વાંચન, વાડીએ જવું, પ્રકૃતિ સાથે રહેવું…. આ બધા મારી ગમતી પ્રવૃત્તિઓ છે. સાવ સામાન્ય ગણાતાં છેવાડાનાં માનવીઓ સાથે વાતો કરવી મને બહુ ગમે છે. તેમનાં દુ:ખડાં સાંભળવા અને તેનો રસ્તો કાઢવો, આ બધું મને ગમે છે. દુ:ખિયારાં લોકોને જાત્રા કરાવવામાં પણ બહુ સંતોષ મળે. જીવનનો અર્થવિસ્તાર કરીએ તો: જી એટલે જીવવું, વ એટલે વધવું અને ન એટલે નષ્ટ થવું. ઈશ્ર્વરે આપણને જીવન આપ્યું છે. પરંતુ એ કેવી રીતે જીવવું તે આપણાં પર છોડ્યું છે. આપણે સારૂં જીવીએ, સારૂં વધીએ. એવું જીવીએ અને એવા વધીએ કે આપણું પાત્ર ભજવીને નષ્ટ થઈએ ત્યારે ભગવાન દ્વારકાધીશ સ્વયં આપણને ગળે લગાડીને કહે કે, ‘વેલ ડન!’
પ્રશ્ર્ન: ગમતી ફિલ્મો, ગાયકો વગેરે કોણ?
મૌલેશભાઈ: સાચું કહું તો મેં છેલ્લાં ચાલીસ વર્ષમાં એકપણ ફિલ્મ જોઈ નથી. ઘરમાં હોમ થિયેટર વગેરે બધી સગવડ છે પરંતુ ફિલ્મો જોવામાં બિલકુલ રસ નથી. હા! ક્રિષ્ના, રામાયણ જેવી સીરિયલો કે ક્યારેક ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં’ જેવી હળવીફુલ સીરિયલ જોઈ નાંખુ. ઈશ્ર્વરની કૃપાથી અમારા ઘરમાં નિત્ય આનંદ છલકાતો હોય છે. અમે સાથે બેઠા હોઈએ અને ક્યારેક રાસ લેવાનું મન થાય તો આખો પરિવાર ગરબા લેવા માંડીએ, હું, સંતાનો, મમ્મી, પત્ની બધા મન ભરીને ગરબા કરીએ. દરરોજ રાત્રે બેય ભાઈનો પરિવાર સાથે જમવા બેસે. ડાઈનિંગ ટેબલની ખુરશી ઓછી પડે તો મુંઢા લઈને પણ બેસીએ. પરંતુ જોડે બેસીએ તે નક્કી.
પ્રશ્ર્ન: તમારાં મનગમતાં ફરવાનાં સ્થળો?
મૌલેશભાઈ: સૌથી વધુ તો હું દ્વારકા જતો હોઉં છું. નાથદ્વારા જવાનો આનંદ પણ અનેરો છે. હાલ તો કોવિડની પરિસ્થિતિ હોવાથી ફરવાનું બંધ છે. પરંતુ સામાન્ય રીતે અમારા બેય ભાઈનો પરિવાર દર છ મહિને ક્યાંક ને ક્યાંક ફરવા ઉપડી જ જઈએ. મને પ્રકૃતિ સાથે રહેવું ગમે છે, સાથેસાથે જબરદસ્ત વિકાસ હોય તેવાં સ્થળોએ પણ આનંદ આવે છે. જો કે, મારા માટે કોઈ પ્રવાસ યાદગાર રહ્યો હોય તો એ છે, અલાસ્કા ટૂર. ત્યાં બધું જ છે. કુદરતે એ સ્થળને છૂટ્ટાં હાથે આશીર્વાદ વરસાવ્યા છે.
- Advertisement -
પ્રશ્ર્ન: તમારા જીવનમાં આધ્યાત્મિકતાનું સ્થાન કેવું છે?
મૌલેશભાઈ: બહુ જ મોટું સ્થાન છે. તેનો આનંદ જ અલગ છે. એમ કહી શકીએ કે મારા જીવનની પ્રત્યેક ક્ષણનું સંચાલન ભગવાન દ્વારકાધીશ કરે છે. મારૂં ગાડું તેઓ જ ચલાવે છે. મેં જોયું છે કે, ઘણાં લોકો જતી જિંદગીએ ધરમધ્યાન કરે. હું માનું છું કે અધ્યાત્મનું સ્થાન તો યુવાવયે પણ હોવું જોઈએ. અનૂભવોનાં આધારે કહી શકું કે, આધ્યાત્મિકતા તમને એક અલગ જ પ્રકારનો પરમ સંતોષ આપે છે. એટલે જ આધ્યાત્મિકતા મારા જીવનનું અભિન્ન અંગ છે. એમ કહી શકાય કે, એ જ મારી લાઈફ સ્ટાઈલ છે.
પ્રશ્ર્ન: કેવું ફૂડ પસંદ કરો? કોઈ ખાસ પ્રકારનું ભોજન ખૂબ ભાવે તેવું ખરૂં?
મૌલેશભાઈ: એકદમ સાદું ભોજન. રોટલો, રિંગણાનું શાક, ખિચડી જેવું ભોજન મારૂં ફેવરિટ. સવારે નાસ્તામાં ફક્ત નાળિયર પાણી લઉં, ચા કદી ચાખી જ નથી- તેનો ટેસ્ટ કેવો હોય એ જ ખ્યાલ નથી. બપોરે દોઢ-બે વાગ્યે જમું. તેમાં પણ બે રોટલી અને શાક સિવાય ઝાઝું કંઈ ન લઉં. સાંજનાં ભોજનમાં ખિચડી-દહીં અથવા ખિચડી અને શાક. બસ. ભોજન ઘેર જ લેવાનું. લગભગ રોજ રાત્રે કાર્યક્રમમાં હાજરી આપવાની હોય. પરંતુ ભોજન ઘેર જ લઉં. કાર્યક્રમમાં જમીને જ જઉં. હા! મને ફ્રુટસનો શોખ ખરો. એટલે દરરોજ બે વખત ફ્રુટ ખાવાનું રાખ્યું છે. વિદેશ જવાનું થાય ત્યારે પણ ફ્રુટ પર જોર રાખું. ત્યાં કોઈ દૂરાગ્રહ ન રાખું. શાકાહારી મળે તેમાંથી પસંદગી કરી લઉં.
પ્રશ્ર્ન: તમારા જીવનમાં પરિવારનું મહત્ત્વ કેટલું?
મૌલેશભાઈ: પરિવાર સર્વસ્વ છે. ઘણાં લોકોને પરિવારનો મહિમા કોરોના દરમિયાન કે કોરોના પછી જ પરિવારનું મહત્ત્વ સમજાયું. હું તો પહેલેથી જ કહું છું કે, પરિવારનું મહત્ત્વ જીવનમાં સૌથી વધુ છે. દરેક બાબતે-પ્રત્યેક નિર્ણયોમાં પરિવાર જો સાથે હોય તો માણસનું બશેર લોહી ચઢી જાય છે. કુટુંબ આપણાં માટે હિમોગ્લોબિનનું કામ કરે છે. પરિવાર જો આડો ચાલતો હોય, પરિવારમાં બધું ઠીકઠાક ન હોય તો માણસનાં બી.પી.- ડાયાબિટિસ વધી જાય છે. સંયુક્ત પરિવાર એ માનવજીવનની મૂડી છે, અમૂલ્ય સંપત્તિ છે. પરિવાર સાથે હોય, પરિવાર સારો હોય- એ સુવર્ણથી પણ વિશેષ સંપદા છે.
પ્રશ્ર્ન: મોટાભાગે ક્યા પ્રકારનાં સદ્કાર્યોમાં તમે યોગદાન આપો છો?
મૌલેશભાઈ: એમાં કશો જ ભેદભાવ રાખતો નથી. ધાર્મિક કાર્યો, સામાજિક-શૈક્ષણિક… દરેક ક્ષેત્રમાં યથાશક્તિ પ્રદાન કરતો રહું છું. અનાજની કિટ આપવાની હોય તો એ પણ આપું, કોઈની ફી ભરવાની હોય, હોસ્પિટલની સારવારનો ખર્ચ હોય… આવાં કાર્યોમાં એક અદ્ભુત આનંદ આવે છે. વૈજ્ઞાનિક સંશોધનો પણ કહે છે કે, સદ્કાર્યો કરો- ચેરિટી કરો ત્યારે દિમાગમાં એક ચોક્કસ પ્રકારનું કેમિકલ ઝરે છે- જે હૃદયને બાગ-બાગ કરી મૂકે છે.
પ્રશ્ર્ન: બાન લેબ્સ માટે ભવિષ્યનો પ્લાન શો છે? વિસ્તરણ વગેરેની કોઈ યોજના ખરી?
મૌલેશભાઈ: બાન લેબ્સ ટૂંક સમયમાં જ અનેક નવી પ્રોડક્ટ્સની બહુ મોટી રેન્જ લઈને આવી રહી છે. નવા ડિવિઝનમાં હોઝિયરી પ્રોડકટસ પણ છે. જેમાં લેડીઝ અને જેન્ટસનાં ઈનરવેર સામેલ હશે. તેમાં મીડિયમ રેન્જથી માંડીને અતિ પ્રીમિયમ રેન્જ પણ સામેલ હશે. સ્ટેશનરી પ્રોડક્ટસમાં પેન, પેન્સિલ, રબ્બર, કમ્પાસથી લઈ અનેક વેરાઈટી હશે. ઉપરાંત ‘સિગ્નેચર’ બ્રાન્ડથી ડિઓડરન્ટ, પરફ્યુમ્સ, એર ફ્રેશનર્સ તથા અન્ય અનેક પ્રોડક્ટસ હશે. ઉપરાંત અમે એક અદ્ભુત પ્રોડકટની પેટન્ટ મેળવી છે. આ પ્રોડક્ટ ડીઝલ વાહનની એવરેજ વધારી આપે છે, પ્રદૂષણ ઘટાડે છે. આ પ્રોડક્ટનો ઉપયોગ કરવા ડીઝલમાં 25% પાણી ઉમેરવાનું રહે છે અને પછી બાનની પ્રોડક્ટસની બોટલ તેમાં ઉમેરવાની છે. જેનાંથી ડીઝલ વાહનોની એવરેજ જબરદસ્ત હદે વધી જાય છે. આ પ્રોડક્ટસ પર ટ્રાયલોનો ધમધમાટ ચાલું છે. આજ સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં લોકો બાન લેબ્સનું નામ આવે ત્યારે મને જ યાદ કરે છે. પરંતુ આજથી પાંચ-દસ વર્ષ પછી મારા પુત્ર જય અને ભત્રીજા લવનાં નામથી પણ ઓળખશે. આ બેઉ યુવાનો હવે બાન લેબ્સમાં પૂર્ણત: સક્રિય છે અને તેઓ નવતર વિચારો કંપનીમાં અમલમાં મૂકી રહ્યાં છે.
પ્રશ્ર્ન: તમારી ફેવરિટ ટાઈમપાસ પ્રવૃત્તિ કઈ?
મૌલેશભાઈ: ખરેખર કહું તો મને મનગમતી પ્રવૃત્તિઓ કરવાનો સમય જ મળતો નથી. રાજકોટની અને અન્ય જગ્યાઓની એટલી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું કે, વર્ષમાં માત્ર એક-એક દિવસ જ એ સંસ્થાઓને ફાળવું તો 50-60 દિવસ તો તેમાં જોઈએ. ઘણી વખત મન થાય છે કે, મમ્મી-પપ્પા સાથે એકાદ કલાક ગપ્પાં મારૂં. પણ મારૂં ધાર્યું નથી થતું. ધાર્મિક પ્રવૃત્તિ, ધર્મકાર્યો, વાંચન, વાડીએ જવું, પ્રકૃતિ સાથે રહેવું…. આ બધા મારી ગમતી પ્રવૃત્તિઓ છે. સાવ સામાન્ય ગણાતાં છેવાડાનાં માનવીઓ સાથે વાતો કરવી મને બહુ ગમે છે. તેમનાં દુ:ખડાં સાંભળવા અને તેનો રસ્તો કાઢવો, આ બધું મને ગમે છે. દુ:ખિયારાં લોકોને જાત્રા કરાવવામાં પણ બહુ સંતોષ મળે. જીવનનો અર્થવિસ્તાર કરીએ તો: જી એટલે જીવવું, વ એટલે વધવું અને ન એટલે નષ્ટ થવું. ઈશ્ર્વરે આપણને જીવન આપ્યું છે. પરંતુ એ કેવી રીતે જીવવું તે આપણાં પર છોડ્યું છે. આપણે સારૂં જીવીએ, સારૂં વધીએ. એવું જીવીએ અને એવા વધીએ કે આપણું પાત્ર ભજવીને નષ્ટ થઈએ ત્યારે ભગવાન દ્વારકાધીશ સ્વયં આપણને ગળે લગાડીને કહે કે, ‘વેલ ડન!’
પ્રશ્ર્ન: ગમતી ફિલ્મો, ગાયકો વગેરે કોણ?
મૌલેશભાઈ: સાચું કહું તો મેં છેલ્લાં ચાલીસ વર્ષમાં એકપણ ફિલ્મ જોઈ નથી. ઘરમાં હોમ થિયેટર વગેરે બધી સગવડ છે પરંતુ ફિલ્મો જોવામાં બિલકુલ રસ નથી. હા! ક્રિષ્ના, રામાયણ જેવી સીરિયલો કે ક્યારેક ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં’ જેવી હળવીફુલ સીરિયલ જોઈ નાંખુ. ઈશ્ર્વરની કૃપાથી અમારા ઘરમાં નિત્ય આનંદ છલકાતો હોય છે. અમે સાથે બેઠા હોઈએ અને ક્યારેક રાસ લેવાનું મન થાય તો આખો પરિવાર ગરબા લેવા માંડીએ, હું, સંતાનો, મમ્મી, પત્ની બધા મન ભરીને ગરબા કરીએ. દરરોજ રાત્રે બેય ભાઈનો પરિવાર સાથે જમવા બેસે. ડાઈનિંગ ટેબલની ખુરશી ઓછી પડે તો મુંઢા લઈને પણ બેસીએ. પરંતુ જોડે બેસીએ તે નક્કી.
પ્રશ્ર્ન: તમારાં મનગમતાં ફરવાનાં સ્થળો?
મૌલેશભાઈ: સૌથી વધુ તો હું દ્વારકા જતો હોઉં છું. નાથદ્વારા જવાનો આનંદ પણ અનેરો છે. હાલ તો કોવિડની પરિસ્થિતિ હોવાથી ફરવાનું બંધ છે. પરંતુ સામાન્ય રીતે અમારા બેય ભાઈનો પરિવાર દર છ મહિને ક્યાંક ને ક્યાંક ફરવા ઉપડી જ જઈએ. મને પ્રકૃતિ સાથે રહેવું ગમે છે, સાથેસાથે જબરદસ્ત વિકાસ હોય તેવાં સ્થળોએ પણ આનંદ આવે છે. જો કે, મારા માટે કોઈ પ્રવાસ યાદગાર રહ્યો હોય તો એ છે, અલાસ્કા ટૂર. ત્યાં બધું જ છે. કુદરતે એ સ્થળને છૂટ્ટાં હાથે આશીર્વાદ વરસાવ્યા છે.
પ્રશ્ર્ન: તમારા જીવનમાં આધ્યાત્મિકતાનું સ્થાન કેવું છે?
મૌલેશભાઈ: બહુ જ મોટું સ્થાન છે. તેનો આનંદ જ અલગ છે. એમ કહી શકીએ કે મારા જીવનની પ્રત્યેક ક્ષણનું સંચાલન ભગવાન દ્વારકાધીશ કરે છે. મારૂં ગાડું તેઓ જ ચલાવે છે. મેં જોયું છે કે, ઘણાં લોકો જતી જિંદગીએ ધરમધ્યાન કરે. હું માનું છું કે અધ્યાત્મનું સ્થાન તો યુવાવયે પણ હોવું જોઈએ. અનૂભવોનાં આધારે કહી શકું કે, આધ્યાત્મિકતા તમને એક અલગ જ પ્રકારનો પરમ સંતોષ આપે છે. એટલે જ આધ્યાત્મિકતા મારા જીવનનું અભિન્ન અંગ છે. એમ કહી શકાય કે, એ જ મારી લાઈફ સ્ટાઈલ છે.
પ્રશ્ર્ન: કેવું ફૂડ પસંદ કરો? કોઈ ખાસ પ્રકારનું ભોજન ખૂબ ભાવે તેવું ખરૂં?
મૌલેશભાઈ: એકદમ સાદું ભોજન. રોટલો, રિંગણાનું શાક, ખિચડી જેવું ભોજન મારૂં ફેવરિટ. સવારે નાસ્તામાં ફક્ત નાળિયર પાણી લઉં, ચા કદી ચાખી જ નથી- તેનો ટેસ્ટ કેવો હોય એ જ ખ્યાલ નથી. બપોરે દોઢ-બે વાગ્યે જમું. તેમાં પણ બે રોટલી અને શાક સિવાય ઝાઝું કંઈ ન લઉં. સાંજનાં ભોજનમાં ખિચડી-દહીં અથવા ખિચડી અને શાક. બસ. ભોજન ઘેર જ લેવાનું. લગભગ રોજ રાત્રે કાર્યક્રમમાં હાજરી આપવાની હોય. પરંતુ ભોજન ઘેર જ લઉં. કાર્યક્રમમાં જમીને જ જઉં. હા! મને ફ્રુટસનો શોખ ખરો. એટલે દરરોજ બે વખત ફ્રુટ ખાવાનું રાખ્યું છે. વિદેશ જવાનું થાય ત્યારે પણ ફ્રુટ પર જોર રાખું. ત્યાં કોઈ દૂરાગ્રહ ન રાખું. શાકાહારી મળે તેમાંથી પસંદગી કરી લઉં.
પ્રશ્ર્ન: તમારા જીવનમાં પરિવારનું મહત્ત્વ કેટલું?
મૌલેશભાઈ: પરિવાર સર્વસ્વ છે. ઘણાં લોકોને પરિવારનો મહિમા કોરોના દરમિયાન કે કોરોના પછી જ પરિવારનું મહત્ત્વ સમજાયું. હું તો પહેલેથી જ કહું છું કે, પરિવારનું મહત્ત્વ જીવનમાં સૌથી વધુ છે. દરેક બાબતે-પ્રત્યેક નિર્ણયોમાં પરિવાર જો સાથે હોય તો માણસનું બશેર લોહી ચઢી જાય છે. કુટુંબ આપણાં માટે હિમોગ્લોબિનનું કામ કરે છે. પરિવાર જો આડો ચાલતો હોય, પરિવારમાં બધું ઠીકઠાક ન હોય તો માણસનાં બી.પી.- ડાયાબિટિસ વધી જાય છે. સંયુક્ત પરિવાર એ માનવજીવનની મૂડી છે, અમૂલ્ય સંપત્તિ છે. પરિવાર સાથે હોય, પરિવાર સારો હોય- એ સુવર્ણથી પણ વિશેષ સંપદા છે.
પ્રશ્ર્ન: મોટાભાગે ક્યા પ્રકારનાં સદ્કાર્યોમાં તમે યોગદાન આપો છો?
મૌલેશભાઈ: એમાં કશો જ ભેદભાવ રાખતો નથી. ધાર્મિક કાર્યો, સામાજિક-શૈક્ષણિક… દરેક ક્ષેત્રમાં યથાશક્તિ પ્રદાન કરતો રહું છું. અનાજની કિટ આપવાની હોય તો એ પણ આપું, કોઈની ફી ભરવાની હોય, હોસ્પિટલની સારવારનો ખર્ચ હોય… આવાં કાર્યોમાં એક અદ્ભુત આનંદ આવે છે. વૈજ્ઞાનિક સંશોધનો પણ કહે છે કે, સદ્કાર્યો કરો- ચેરિટી કરો ત્યારે દિમાગમાં એક ચોક્કસ પ્રકારનું કેમિકલ ઝરે છે- જે હૃદયને બાગ-બાગ કરી મૂકે છે.
પ્રશ્ર્ન: તમારી સફળતાનો શ્રેય કોને આપો છે?
મૌલેશભાઈ: ભગવાન દ્વારકાધીશને, પત્નીને, પરિવારને, બાન પરિવારની ટીમ, સ્ટાફ, સ્ટોકિસ્ટો, મિત્રો વગેરેને. આ બધાનાં આશીર્વાદ હોય, શુભકામનાઓ હોય, સાથ-સહકાર અને હૂંફ હોય તો જ સફળતા મેળવી શકાય.
પ્રશ્ર્ન: જીવનનો સૌથી સુખદ અને સૌથી દુ:ખદ પ્રસંગ ક્યા?
મૌલેશભાઈ: મને ભરપૂર સુખ અને આનંદ મળ્યા છે. આજે જ ઈશ્ર્વર કદાચ મને સામે ઉભા રહીને કહે કે, ‘માંગ… માંગ… તું જે માંગે તે આપું!’ તો આવી સ્થિતિમાં મારે ઈશ્ર્વર પાસેથી એક દિવસનો સમય વિચારવા માટે લેવો પડે. ઈશ્ર્વરે મને લાયકાતથી વધુ આપ્યું છે. હા! સ્ટ્રગલ ખૂબ કરાવી છે પણ, ક્યારેય પડવા નથી દીધો. મુસીબતો ઘણી આવી છે પરંતુ ઈશ્ર્વરે હંમેશા ઊંચકી લીધો છે. હું સવારે જાગું ત્યારથી સૂવા જાઉં ત્યાં સુધીમાં અગણિત સારા પ્રસંગો બનતાં રહે છે. હા! ઝાઝાં દુ:ખદ પ્રસંગો આવ્યા નથી. તાજેતરમાં મારા ભાણેજનું નાની ઊંમરે અવસાન થયું-એ હચમચાવી નાંખતી ઘટના હતી. એ સિવાય જીવનથી કોઈ જ ફરિયાદ નથી.