24 લાખના દાગીનાના કોઈ બિલ ન હોય LCB એ કબજે કરી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી વ્હેલી સવારે રેલ્વે એલસીબીની ટીમે 55 કિલો ચાંદી સાથે ડિલેવરી બોયને ઝડપી લઈ 24 લાખનો બિલ વિનાનો મુદામાલ કબ્જે કર્યો હતો. રાજકોટ રેલ્વે એલસીબીના પીએસઆઈ જયુભા પરમાર ટીમ સાથે મોડી રાત્રે રેલ્વે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતા.
- Advertisement -
દરમિયાન સ્ટાફને પ્લેટફોર્મ પર એક શંકાસ્પદ પાર્સલ કુરીયર મારફત ટ્રેનમાં રવાના થવાનું હોય તેવી બાતમી મળતાં રેલ્વે એલસીબીની ટીમે પાર્સલ સાથે એક શખ્સની અટકાયત કરી પાર્સલ ચેક કરતાં ચાંદીના દાગીના મળી આવતાં 55 કિલો ચાંદીના દાગીના હોય જેથી પાર્સલ લઈ આવેલા શખ્સનું નામઠામ પૂછતાં સોરઠિયાવાડી સર્કલ પાસે પટેલનગરમાં રહેતો છોટુ શર્મા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ચાંદીના જથ્થાના આધાર પુરાવા માંગતા તે રજૂ ન કરી શકતા હાલ તે શખ્સની ધરપકડ કરી રૂ.24 લાખની ચાંદી શક પડતી મિલ્કતના આધારે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.