કેનેડામાં દોઢ લાખથી વધુ કર્મચારીઓની હડતાલને કારણે વિઝા અરજીઓની પ્રક્રિયામાં વિક્ષેપ અને વિલંબ થવાની સંભાવના છે. આના કારણે નાગરિકતા સમારંભો અને કોુસ્યુલર નાગરિકતા સહિતની મુલાકાતો અથવા કાર્યક્રમો ખોરંભે ચઢશે. ખાસ કરીને ભારતીયો મોટી સંખ્યામાં કેનેડા જઈ રહ્યા હોવાથી તેમની કામગીરી વિલંબમાં મુકાશે.
કેનેડાની ટેકસ એજન્સીના 35,000 સહિત આશરે 1,55,000 ફેડરલ કામદારો હડતાળ પર ઉતર્યા હતા.
- Advertisement -
તેમના યુનિયને આને દેશના ઈતિહાસની સૌથી મોટી હડતાળમાંની એક તરીકે ઓળખાવી હતી. આ હડતાલ ઈમિગ્રેશન, રેફયુજીસ અને સિટીઝનશિપ કેનેડા સહિતના મોટાભાગના સરકારી વિભાગોને અસર કરશે. કેનેડાના પબ્લિક સર્વિસ એલાયન્સે જણાવ્યું હતું કે, સરકાર સાથેની વાટાઘાટો કરાર કરવામાં નિષ્ફળ જતા હડતાલ પાડી હતી. કામદારો વાજબી વેતન, બહેતર કાર્યજીવન સંતુલન, વધુ નોકરીઓનું સર્જન અને કાર્યસ્થળે વધુ સમાવેશની માંગ કરી રહ્યા છે.
250થી વધુ સ્થળોએ પિકેટ લાઈન ગોઠવવામાં આવશે. કેનેડા રેવન્યુ એજન્સી સાથે સંકળાયેલી હડતાલ ટેકસ રિટર્ન બાકી હોવાથી આવી છે. યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્રિસ આયવર્ડે જણાવ્યું હતું કે, સોદાબાજીની ટીમો સમગ્ર હડતાલ દરમિયાન ટેબલ પર રહેશે. ફેડરલ સરકારના ટ્રેઝરી બોર્ડે જણાવ્યું હતું કે, સરકારે સોદા સુધી પહોંચવા અને કેનેડિયનો જેના પર આધાર રાખે છે.