18 કલાકમાં હળવા ઝાપટાંથી લઈ
ચોમાસુ પાકનું ચિત્ર ઉજળું બને તેવા સંજોગો
ખાસ-ખબર સંવાદદાતા
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહી વચ્ચે અનેક જીલ્લાઓમાં ક્યાંક મેઘરાજા કહેર બનીને વરસી રહ્યા છે તો અમુક જીલ્લાઓમાં મેઘરાજા ધીમી ધારે કાચું સોનુ વરસાવી રહ્યા હોય તેમ વરસાદ વરસી રહ્યો છે જેમાં મોરબી જીલ્લાની વાત કરીએ તો છેલ્લા 18 કલાક દરમિયાન મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઈંચ અને ટંકારામાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જયારે વાંકાનેરમાં અડધો ઈંચ અને માળિયામાં 8 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો તો બીજી તરફ હળવદ પંથકમાં જાણે મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ માત્ર હળવા ઝાપટા પડ્યા હતા. મોરબી જીલ્લામાં શુક્રવારે રાત્રીના 8 મીમીથી લઈ 27 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો તો આજે સવારે પણ મેઘસવારી યથાવત રહી હતી જેમાં શુક્રવારે સાંજના 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન સૌથી વધુ ટંકારામાં 27 મીમી, મોરબીમાં 14 મીમી, વાંકાનેરમાં 08 મીમી, માળીયામાં 05 મીમી વરસાદ વરસ્યો હતો જયારે હળવદમાં મેઘરાજાએ જાણે વિરામ લીધો હોય તેમ વરસાદ વરસ્યો ન હતો. આ ઉપરાંત મોરબી જીલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ વરસ્યા બાદ આજે સવારે પણ મેઘસવારી યથાવત રહી હતી જેમાં સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ મોરબીમાં 21 મીમી, ટંકારામાં 10 મીમી, માળીયામાં 03 મીમી અને વાંકાનેરમાં 02 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો જયારે હળવદમાં બપોરે 12 વાગ્યા સુધીમાં પણ સરકારી ચોપડે વરસાદ નોંધાયો નથી.દોઢ ઈંચ વરસાદ