કોવિડ-19ની યાદો એટલી ભયાનક છે કે જે કદાચ લોકોના મગજમાંથી વર્ષો સુધી નહીં ભૂલાવાની. જોકે એ વચ્ચે કોરોના કાળના 5 વર્ષ બાદ ફરી એકવાર ચીનથી એક ડરામણાં અહેવાલ સામે આવ્યા છે. ચીનમાં ફરી એકવાર કોરોના જેવો જ ઘાતક વાઇરસ તબાહી મચાવી રહ્યો હોવાના દાવા થઇ રહ્યા છે.
શું છે આ નવો વાઇરસ?
માહિતી અનુસાર આ વાઇરસકોરોના જેવો જ ઘાતક છે અને તેના લક્ષણ પણ કોરોના જેવા જ છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) છે જે એક RNA વાઇરસ છે. જે પણ વ્યક્તિ આ વાયરસથી ચેપગ્રસ્ત થાય છે તેનામાં કોરોના જેવા જ લક્ષણ દેખાય છે. આ વાયસરની લપેટમાં સૌથી વધુ બાળકો જ આવી રહ્યા છે. એમાંય 2 વર્ષની નાની વયના બાળકો સૌથી વધુ પીડિત બની રહ્યા છે.
- Advertisement -
કેવા લક્ષણો જોવા મળે છે?
ચીનના રોગ નિયંત્રણ તથા રોકથામ કેન્દ્ર (CDC)ના અહેવાલ અનુસાર તેના લક્ષણોમાં ખાંસી, તાવ, નાક બંધ થવી અને ગળામાં ખરાશ વગેરે થાય છે. HMPV ઉપરાંત ઈન્ફ્યૂએન્ઝા એ, માઈક્રોપ્લાઝમા, ન્યૂમોનિયા અને કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે. જેમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે.
ચીનમાં ઈમરજન્સી જાહેર કરાયાનો સોશિયલ મીડિયા પર દાવો
- Advertisement -
સોશિયલ મીડિયા પર કરાયેલી એક પોસ્ટમાં દર્દીઓની તસવીરો જાહેર કરવામાં આવી છે જેમાં બતાવાયું છે કે ચીને વાઇરસફેલાયા બાદ અનેક જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ દાવા અનુસાર હોસ્પિટલ અને સ્મશાન ઘાટ પર ફરી ભીડ જોવા મળી રહી છે. જોકે ચીન તરફથી હાલ એવી કોઈ માહિતીની પુષ્ટી કરવામાં આવી નથી. અનેક મીડિયાના અહેવાલોમાં સીડીસીએ પહેલાથી અસ્થમા અને ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી જેવા રોગો સામે ઝઝૂમતા દર્દીઓમાં સંક્રમણનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરી છે.
નાનાં બાળકોને સૌથી વધુ અસર: 18 દેશમાં 7834 કેસ: હૉસ્પિટલોમાં ભીડ
ચીનમાંથી ઉદભવેલી કોરોનાની લહેરને કારણે થયેલી તબાહી દુનિયાએ જોઈ છે. કોરોનાએ માત્ર ચીનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં મહામારી સર્જી દીધી છે. ચીનના વુહાન શહેરમાં કોરોનાનું રહસ્ય આજ સુધી એક રહસ્ય જ છે. કોરોના રોગચાળાને પાંચ વર્ષ થઈ ગયા છે. દરમિયાન, ચીનમાં તબાહીનું વધુ એક મોજું ઉછળતું જણાય છે. કોરોના બાદ ચીનમાં વધુ એક રહસ્યમય વાયરસ આવ્યો છે. હા, હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો પ્રકોપ ચીનમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે ચીનમાં ફરી કોરોના જેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. સ્મશાનભૂમિ પણ ભરાઈ ગઈ છે. સરકારી અને વૈજ્ઞાનિક એજન્સીઓના અહેવાલો અનુસાર, વાયરસથી ચીનમાં અત્યાર સુધીમાં 170 લોકોના મોત થયા છે, જયારે 18 દેશોમાં 7,834 કેસ નોંધાયા છે.
કોવિડ-19નાં 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવો વાઇરસ સંક્રમણ ફેલાઈ રહ્યો છે. તેનાં લક્ષણો પણ કોરોના વાઇરસ જેવાં છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (HMPV) છે, જે એક RNA વાઇરસ છે. જ્યારે વાઇરસથી ચેપ લાગે છે, ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ -19 જેવાં લક્ષણો દર્શાવે છે. તેની સૌથી વધુ અસર નાનાં બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, તેનાં લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં બળતરાનો સમાવેશ થાય છે. ઇંખઙટ ઉપરાંત ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસ પણ નોંધાઈ રહ્યા છે. જેના કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચીને ઇમર્જન્સી જાહેર કરી હોવાનો દાવો
સોશિયલ મીડિયા પર દર્દીઓના ફોટા પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે વાઇરસના ફેલાવા બાદ ચીને ઘણી જગ્યાએ ઈમર્જન્સી જાહેર કરી છે. દાવા મુજબ હોસ્પિટલો અને સ્મશાન ભૂમિમાં ભીડ વધી રહી છે. જો કે ચીન તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. ધ સ્ટારના અહેવાલ મુજબ, સીડીસીએ કહ્યું છે કે અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં ચેપનું જોખમ વધારે છે.




