જૂનાગઢમાં મિટિંગ સીટિંગ અને સૂરસૂરિયું !
મનપાની સંકલક બેઠકમાં હજુ રિપોર્ટ તૈયાર કરાશે: ઇમારત હોનારતમાં પરિવાર ગુમાવનાર મહિલાની આત્મહત્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં આવેલ પૂર હોનારત બાદ દાતાર રોડ પર એક જર્જરિત ઇમારત અચાનક તૂટી પડતા ઘટના સ્થળે ચાર લોકોના જીવ ગયા હતા જેમાં એકજ પરિવારના પતિ અને તેના બે બાળકોના મૃત્યુ નિપજતા જેનું દુ:ખ લાગી આવતા ગઈકાલ સામી સાંજે તેની પત્ની મયુરી સંજય ડાભી એ આપઘાત કરવાની કોશિશ કરી અને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અને એકજ દુર્ઘટના માં આખો પરિવારનો માળો વિખાઈ ગયો છે. જૂનાગઢમાં મકાન ધરાસાય થયા બાદ મનપા તંત્રની આંખે થી પડદો હતી ગયો અને સફાળા જગ્યા હતા અને ગઇકાલ મનપા કચેરી મેયર ની ચેમ્બર માં સંકલન ની તાકીદ ની બેઠક મળી હતી જેમાં જર્જરિત ઇમારત મામલે ચર્ચા થઇ હતી અને નોટીશ આપ્યા બાદ ઇમારત ઉતારી કેમ નો લેવાય તે બાબતે મનપા કમિશનર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર ની બેદરકારી કારણે ઘટના બની હોવાનું રટણ કરીને જવાબ માંગ્યા હતા અને એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે અને રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જૂનાગઢ જાણે નધણિયાત હોય તેવું જોવા મળી રહ્યું છે એક તરફ શહેરમાં પૂર ની સ્થિતિ નું નિર્માણ કોના પાપે થયું તો બીજી તરફ શહેરમાં અનેક જર્જરિત ઇમારતો મોત સમાન ઉભી છે જેમાં એક ઇમારત ધડાકા સાથે પડી જતા ચાર જિંદગી હોમાઈ જતા અને ત્યાર બાદ પરિવારની મહિલા એ પણ એસીડ પીને જીંદગી ટૂંકાવી મોત ને વહાલું કર્યું ત્યારે જૂનાગઢ માં એક પછી એક દુઘટના બાદ જૂનાગઢ જાણે રામ ભરોશે હોય તેવું લોકોમાંથી ચર્ચા ઉઠવા પામી છે અને તબેલા માંથી ઘોડા છૂટી ગયા હોય તેમ હવે તાળા મારવા નીકળેલ નેતા કે તંત્ર પાસે કોઈ જવાબ નથી માત્ર ને માત્ર રિપોર્ટ તૈયાર કરી એક બીજા પર દોષ નો ટોપલો ઢોળવાની વાતો અને મિટિંગ સીટિંગ થઈ રહ્યા છે.
- Advertisement -
શહેરીજનોમાંથી ઉઠતા સવાલો
જૂનાગઢ શહેરની જે રીતે દુર્દશા જોવા મળી રહીછે તેના માટે ખાસ એક ટીમની રચના કરવામાં આવે એક જીણવટ ભર્યો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તોજ દૂધ અને દૂધ નું પાણી થઈ જશે ઊંચ કક્ષાએ થી રાજ્ય સરકારે એક કમિટી ની રચના કરીને શહેર પરના દબાણો અને ગેરકાયદેસર ઇમારતો તેની સાથે જર્જરિત ઇમારતો સહીત ની બાબતે કડકાઈ થી વલણ અપનાવીને જો કામગીરી કરવામાં આવશે તોજ જૂનાગઢ દિશા અને દશા બદલશે તેવું શહેરીજનો એ સવાલ ઉઠાવ્યા છે.
જર્જરિત મકાનને નોટિસ આપી કે નહિ તેવા સવાલો ઉઠ્યા ?
જૂનાગઢ મનપા હદ વિસ્તારમાં આવેલ અનેક જર્જરિત મકાનો જોવા મળેછે એવા સમયે જયારે દાતાર રોડ પે આવેલ જે મકાન ધરાસાય થયું તેને મકાન માલિક કહેછે નોટીશ આપી નથી જયારે ઇમારત ધરાસાય થયું ત્યાર થી ચૂંટાયેલ પ્રતિનિધિ અને અધિકારીઓ નોટીશ આપ્યા હોવાનું રટણ કરી રહ્યા હતા આમ જોઈએ તો કેટલા જર્જરિત ઇમારતોને નોટીશ આપી છે અને શહેરમાં કેટલા જર્જરિત ઇમારતો છે તે પણ કોઈને ખબર નથી અથવાતો ઢાંક પીછોડો કરી દેવાતો હોય તેવો ઘાટ સર્જાયો જોવા મળે છે.
જર્જરિત ઇમારત ઉતારવાની કામગીરી શરૂ
જૂનાગઢમાં બે દિવસ પહેલા દાતાર રોડ ઉપર એક ઇમારત ધરાશાઇ થયા બાદ આજે મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દાતાર રોડ ઉપર આવેલ અનેક જર્જરીત ઇમારતો ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર સફાળુ જાગ્યુ હોય તેમ જોવા મળી રહ્યુ છે. હજુ કેટલા દિવસ આવી જર્જરીત ઇમારતો ઉતારવાની કામગીરી ચાલુ રહેશે તેતો આગામી દિવસોમાં ખબર પડશે.