આજનો દિવસ ક્રિકેટના ઇતિહાસમાં ભારતના નામે સુવર્ણ અક્ષરે લખાયેલો છે. ભારતીય ક્રિકેટને આટલી ઉંચાઈઓ પર પંહોચાડવા માટે ઘણા કેપ્ટન અને ખેલાડીઓનું ઘણું મોટું યોગદાન છે.
- Advertisement -
આજથી બિલકુલ 39 વર્ષ પહેલા આ હાલતને બદલનાર એક અનોખો કિસ્સો બન્યો હતો જ્યાં આજના જ એ ઐતિહાસિક દિવસે કપિલદેવે અગુવાઈમાં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો અને દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું હતું. 1975ના વિશ્વકપમાં ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. પછી 1979માં ભારતનું પ્રદર્શન ફરી એક વાર નિરાશાજનક રહ્યું અને ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ હારીને ભારતીય ટીમ સ્વદેશ પાછી ફરી. 1983માં કપિલદેવના નેતૃત્વમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ રમવા ગઈ ત્યારે તેની કોશિશ ફક્ત ગ્રૂપ સ્ટેજમાં સારું પ્રદર્શન કરવાની હતી. કોઈએ નહોતું વિચાર્યું કે કપિલની આ ટીમ વિન્ડીઝને હરાવીને ખિતાબ પણ જીતી લેશે. જ્યારે લોર્ડ્સની બાલ્કનીમાં કપિલે વિશ્વકપની ટ્રોફી ઉઠાવી ત્યારે કરોડો ભારતીયો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.
જો કે 1983માં જયારે ભારતીય ટીમ વર્લ્ડ કપ રમવા પંહોચી હતી ત્યારે કોઈને પણ આ ટીમ વર્લ્ડ કપમાં લાંબો સમય ટકશે એવી પણ આશા નહતી. એ પરિસ્થિતિને રજુ કરતી એક ફીમ પણ આવી છે જેમાં દર્શાવેલ દરેક દ્રશ્યો સાચા છે. એ સમયે કોઈને પણ ભારતીય ટીમ પર જરા પણ ભરોસો નહતો. આ વર્લ્ડ કપ શરુ થયો એ પહેલા જ ટીમમાં ઘણા બદલવા કરવામાં આવ્યા હતા. ટીમના કેપ્ટનની જવાબદારી સુનીલ ગાવસ્કરને બદલે કપિલદેવે સોંપવામાં આવી હતી અને એ સમયે કપિલ દેવ એક માત્ર એવા વ્યક્તિ હતા જેની આંખોમાં વર્લ્ડ કપ જીતવાના સપના હતા.
1975ના વિશ્વકપમાં ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. પછી 1979માં ભારતનું પ્રદર્શન ફરી એક વાર નિરાશાજનક રહ્યું હતું. આમ બે વખત ખુબ ખરાબ રીતે પ્રદશન કરનાર ભારતીય ટીમ પર લોકોને તો શું ખુદ ટીમના લોકોને પણ ભરોસો નહતો કે તે લોકો વર્લ્ડ કપ જીતી શકશે પણ ભારતે પ્રથમ મેચમાં વિન્ડીઝ સામે જીતીને કેરેબિયન ટીમને 55 ઓવરમાં 228 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી હતી.
- Advertisement -
On this day in 1983, Indian cricket changed forever, winning their first World Cup, led by the great Kapil Dev, the whole group has played a big role in making India a force by inspiring millions to take up the game.pic.twitter.com/9GZWq5CRX8
— Johns. (@CricCrazyJohns) June 24, 2022
ત્યાં જ બીજી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને મેન ઓફ ધ મેચ મદનલાલના શાનદાર બોલિંગ પ્રદર્શનની મદદથી 51.4 ઓવરમાં 155 રનમાં ઓલઆઉટ કરી દીધું પણ ત્રીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટ ગુમાવીને ૩૨૦ રનનો સ્કોર ખડક્યો. ભારતીય ટીમ 37.5 ઓવરમાં માત્ર 158 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ચોથી મેચમાં પણ ભારત વિન્ડીઝ સામે હારી ગયું.
ભારતીય ટીમ પહેલી વાર વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી. લોર્ડ્સ રમાયેલી એ ફાઇનલમાં બે વાર ચેમ્પિયન બનેલી વિન્ડીઝની ટીમ સામે પ્રથમ બેટિંગ કરતાં ભારતની ટીમ 54.4 ઓવરમાં 183 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી સૌથી વધુ 38 રન શ્રીલંકાએ બનાવ્યા હતા. ત્યારબાદ ભારતના બોલરો ત્રાટક્યા અને વિન્ડીઝની ટીમનો વાવટો માત્ર 140 રનમાં સમેટી દીધો. એ જીત સાથે જ ટૂર્નામેન્ટમાં નબળી મનાતી ભારતીય ટીમ પહેલી વાર વિશ્વ ચેમ્પિયન બની. મોહીન્દર અમરનાથને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.