સમગ્ર વિશ્વ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે. દેશનાં પ્રધાનમંત્રીએ યોગને વિશ્વફલક પર આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકાય તે રીતે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પ્રસ્થાપિત કરી ભારતિય સંસ્કૃતિનું વિશ્વકક્ષાએ ગૈારવ વધાર્યુ છે. યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે. યોગ ફક્ત કસરત નથી, પરંતુ આપણી જાત સાથે, વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાની વાત છે. વ્યક્તિ પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવીને અને ચેતનાનું સર્જન કરીને તે સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે. આવા ભાવ સાથે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસસિંહ ચૈાહાણના નેતૃત્વમાં યુનિ. પરિવારનાં સર્વ અનુસ્નાતક ભવનોના અધ્યક્ષશ્રીઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટીના વહીવટી વિભાગોના અધિકારીઓ તથા સર્વે કર્મચારીગણ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જીલ્લા કક્ષાની ઉજવણીનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી સહયોગમાં જૂનાગઢ શહેરનાં બીએપીએસ. સ્વામિનારાયણ સંસ્થાનાં ગુણાતિત સભાખંડમાં કર્મયોગીઓસંગ યોગ દિવસની ઉજવણી કરી હતી.
વિશ્ર્વ યોગ દિવસ નિમિત્તે નરસિંહ મહેતા યુનિ. પરિવાર બન્યો યોગમય

Follow US
Find US on Social Medias