યોગ ટ્રેનર અને યોગી સાધકો તેમજ આશરે 800થી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
મહાશિવરાત્રી અને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ આદિયોગી શિવજી અને શક્તિ રૂપ મહિલાનું મહત્વ દર્શાવતો વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ગુજરાતના 41 સ્થળો પર યોગ શિબિરનું આયોજન તારીખ 8 માર્ચ 2024ના રોજ કરવામાં આવ્યું હતું..
- Advertisement -
આ પર્વની ઉજવણી રાજકોટ મહાનગરમાં પણ સૌરાષ્ટ્ર ઝોન કો-ઓર્ડીનેટર અનિલ ત્રિવેદીના નેતૃત્વમાં રાજ શૃંગાર પાર્ટી પ્લોટ ખાતે સવારે 6:30 થી 9:15ના સમયે કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય દર્શિતા શાહ, કોર્પોરેટર સાથે મહાનુભાવોએ દીપ પ્રાગટય અને શિવજીની આરતી કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.
રાજકોટના તમામ કોચ દ્વારા આશરે 800થી વધુની સંખ્યામાં ઉપસ્થિત યોગ ટ્રેનર તેમજ યોગી સાધકોને યોગાભ્યાસ કર્યો હતો. સાથે જ યોગાસન દર્શાવતી કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. યોગ શિબિરના અંતે હેલ્ધી એનર્જી ડ્રિન્કનું રસપાન કરી સૌ નવી ઊર્જા સાથે વિદાય લીધી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મહાનગર કાર્ડિનેટર વંદના રાજાણી, ગીતા સોજિત્રાએ તમામ કોચ સાથે મળીને જહેમત ઉઠાવી હતી.



 
                                 
                              
        

 
         
        