ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો હોવાથી નાળિયેર ઉત્પાદનની શક્યતાઓ સૌથી વધુ છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે સમગ્ર વિશ્વમાં 2 સપ્ટેમ્બરને નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વિશ્વ નાળિયેર દિવસ નિમિત્તે સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળી અને નાળિયેરનું ઉત્પાદન કરવા માટે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
- Advertisement -
ખેતીવાડીનાં નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ડી. એસ.ગઢીયાએ નાળિયેરની ખેતીમાં પાકૃતિક ખેતી કરવા માટે જીવામૃત, ઘનજીવામૃત સહિતના આયોમોનો ઉપયોગ કરીને પ્રકૃતિના સ્વાસ્થ્ય અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે નાળિયેળની ખેતી કરવી જરૂરી છે. સારી જાતના રોપા વાવીને નારિયેળનાં ઉત્પાદનમાં વિકાસ થાય તે માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું
તેમજ આ શિબિરમાં ઉપસ્થિત સર્વે ખેડૂતોએ નાળિયેરીના પાકમાં પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદન મેળવતા સફળ ખેડૂત શ્રી રણજીતભાઈ વૈંશના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. જ્યાં રણજીતભાઈએ પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવીથી લઈ અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનના વેંચાણ વિશેની બાબતો સમજાવી હતી.