જૈન વિઝન દ્વારા સતત 11માં વર્ષે પ્રભુ મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ અવસરે આયોજનની હારમાળા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક અવસરે રાજકોટ ખાતે સતત અગિયારમા વર્ષે રાજકોટ સમસ્ત જૈન સમાજ અને જૈન વિઝન દ્વારા ‘રંગ કસુંબલ ડાયરો’નું અહોભાવ અને ભક્તિપૂર્વક અનેરું અદકેરૂ આયોજન 19 ને શુક્રવારના રોજ રાત્રિના 8-30થી શ્રી પ્રમુખ સ્વામી ઑડીટોરિયમ (એ.સી.), રૈયા રોડ ખાતે કરવામાં
આવ્યું છે.
- Advertisement -
ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા અને હરિસિંહ સોલંકી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. જૈન-કુળમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીએ માત્ર 12 વર્ષની વયે જૈન પાઠશાળામાં જૈન સ્તવનની સહુપ્રથમ રચના કરી હતી. આથી ઝવેરચંદ મેઘાણીની ‘બાલ્યાવસ્થાની લીલાભૂમિ’ રાજકોટ ખાતે આ પ્રેરક આયોજનનું સવિશેષ મહત્ત્વ છે. ટીમ જૈન વિઝન સતત 11માં વર્ષે ભવ્ય આયોજનની હારમાળા સર્જવા તડામાર તૈયારીમાં લાગી ગયેલ છે.
સમગ્ર આયોજનમાં પ્રમુખસ્થાને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને કાર્યક્રમના ઉદ્ઘાટક જૈન અગ્રણી જીતુભાઇ બેનાણી, જામનગરના પૂર્વમેયર બીનાબેન કોઠારી, રામભાઈ મોકરીયા, જ્યોતિન્દ્રભાઈ મહેતા, દર્શિતાબેન શાહ, જયેશભાઈ શાહ, મૂકેશભાઈ દોશી, ડો. મેહુલ રૂપાણી, પૂર્વજિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, વિજયભાઈ વાંક, રાજદીપસિંહ જાડેજા, ષળષ ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા, શહેર ભાજપ કોષાાધ્યક્ષ મયુરભાઈ શાહ, સુમન ઓટોમેટીવના સુરેશભાઈ અજમેરા અને જૈન સમાજના અને અનેક સામાજિક, રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહશે.