મંદિરો રોશનીથી શણગારાયા, રામનાથ મંદિરે ફટાકડા ફોડી આતશબાજી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે. ત્યારે સમગ્ર રાજકોટના શહેરીજનો દેવાધિદેવ મહાદેવના શરણે આવી પોતાની ભક્તિ વ્યક્ત કરી હતી. ગઈકાલ રાતથી જ શહેરના દેવ રામનાથ મહાદેવના દર્શને હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. તેમજ રામનાથ મહાદેવ મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને રાત્રે ફટાકડા ફોડી આતશબાજી પણ કરાઈ હતી. શહેરના પંચનાથ મહાદેવ મંદિરે મોટી માત્રમાં ભક્તો પૂજા કરી ધન્યતા અનુભવ્યા હતા. સેવાભાવી લોકોએ ભાંગનો પ્રસાદ બનાવી સૌ દર્શનાર્થી ભક્તોને મહાદેવજીના પ્રસાદરૂપે આપ્યો હતો. સમગ્ર રાજકોટ આજે મહાદેવજીની ભક્તિમાં લિન બન્યું.
- Advertisement -
હજારો ભક્તો દેવાધી દેવ મહાદેવની પૂજા અર્ચના કરી શિવમય બન્યા
- Advertisement -