ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાનજી જન્મોત્સવ નિમિતે ભવ્ય ત્રિશુલ દીક્ષાનું આયોજન ભારતી આશ્રમ મુકામે યોજાયેલ જેમાં કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત સંત સર્વેશ્વરદાસ મહારાજ, અખિલભારતીય ધર્મ પ્રસાર સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ ભીંડી, અતિથિ ડો. પિયુષ બોરખતરીયા, મહાનગર અધ્યક્ષ અમિતભાઈ સોલંકી, મહાનગર મંત્રી જયેશભાઈ ખેસવાણીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરેલ.
સોરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ ભીંડી દ્વારા ત્રિશુલ દીક્ષા માટે આવેલ બજરંગીઓને સનાતનની વાત મૂકી ખૂબ જ સારો સંદેશ આપવામાં આવેલ અને કાર્યક્રમના મુખ્ય વક્તા કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ અને ત્યારબાદ 700 જેટલા બજરંગીઓને ત્રિશુલ દીક્ષા આપી રાષ્ટ્ર અને ધર્મ માટે સંકલ્પ લેવડાવી ભવનાથ ક્ષેત્રમાં પથ સંચલન કાઢી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મહાનગરના માતૃશક્તિ સંયોજિકા બિંદુબેન મારું અને તેમની ટીમ દ્વારા દરેક બજરંગીઓને કંકુનું તિલક કરી દરેક બજરંગીઓએ વધાવવામાં આવેલ તેમજ આ કાર્યક્રમમાં જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશીયા, ડે.મેયર આકાશભાઈ કટારા, દંડક કલ્પેશભાઈ અજવાણી ઉપસ્થિત રહેલ આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચલન બજરંગદળ સંયોજક વિપુલભાઈ આહીર, સહ સંયોજક હિતેશભાઈ ખૂંટી, સહ સંયોજક હિરેનભાઈ મંગનાણી તેમજ વિશેષ માર્ગદર્શન તરીકે સહમંત્રી દેવલભાઈ ગોંધીયા, વિપુલભાઈ રાવત દ્વારા કરવામાં આવેલ.