ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
આજે હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે શહેરના વિવિધ હનુમાનજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સુપ્રસિદ્ધ સાત હનુમાન મંદિર, બાલાજી હનુમાન, પાણીના ઘોડા પાસે આવેલું બાલાજી હનુમાનજીનું મંદિર, સુતા હનુમાન મંદિર સહિતના અનેક હનુમાનજીના મંદિરે આજે વહેલી સવારથી અભિષેક, શૃંગાર, ચોલાદર્શન અન્નકૂટ, મહારુદ્ર યજ્ઞ અને ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી.
- Advertisement -
બાલાજી હનુમાન, સૂતાં હનુમાન, સાત હનુમાન સહિતના મંદિરોમાં ભવ્ય શણગાર અને બુંદી-ગાંંઠિયાનું વિતરણ
આજના દિવસે હનુમાનજીને ચોલા ચઢાવવા, બજરંગ બાણનો પાઠ કરવો, હનુમાનચાલીસાનો પાઠ કરવો ખૂબ જ લાભ આપે છે. આજે વહેલી સવારથી શહેરના તમામ મંદિરોમાં બુંદી, ગાંઠીયા અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ શહેરના માર્ગો પર વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ભવ્ય શોભાયાત્રા તેમજ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -