ખાસ-ખબર સંવાદદાતા
સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાલક્ષી અને વેગવંતુ બનાવવા વિદ્યાર્થીઓના હિતાર્થે અનેકવિધ કાર્યક્રમો તથા યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે તે અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના 33 જિલ્લામાં એકસાથે વિદ્યાસહાયક સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાએથી ખુબ જ પારદર્શક રીતે મેરીટ લિસ્ટ તૈયાર કરી મોરબી જીલ્લામાં આપવામાં આવ્યું હતું એ મુજબ જીલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરી મોરબીમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની વી. સી. હાઈસ્કૂલ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, રાજકીય આગેવાનો અને અધિકારીઓ સહીત શિક્ષકોના તમામ સંગઠનોના હોદેદારોની હાજરીમાં વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો જેમાં રાજ્યમંત્રીએ શિક્ષકોને ફરજના હુકમ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રાએ પણ ત.મામ વિદ્યાસહાયકોને શાળામાં હાજર થઈ બાળદેવોના જ્ઞાન અને કૌશલ્યના વિકાસ માટે સતત કાર્યરત રહેવાની શુભેચ્છા આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જીલ્લામાં વિદ્યાસહાયકો માટે ધોરણ 1 થી 5 માં 57 જગ્યાઓ મંજુર કરવામાં આવી છે જે પૈકી બે ઉમેદવાર ગેરહાજર રહેતા 55 જગ્યાઓ ભરાઈ હતી અને ધોરણ 6 થી 8 ની 58 જગ્યાઓ પૈકી ભાષાની 16 જગ્યાઓ, ગણિત વિજ્ઞાનની 20 જગ્યાઓ અને સામાજિક વિજ્ઞાનની 22 જગ્યાઓ ભરાઈ ગયેલ છે. આમ કુલ 113 શિક્ષકો મોરબી જીલ્લામાં નવનિયુક્ત
થયા છે.