ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.6
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા માટે મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટી અને સ્ટાફના સભ્યોએ યુનિવર્સિટીના કેમ્પસમાં 200 વૃક્ષો વાવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી છેલ્લા સતત ત્રણ વર્ષથી વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા માટે સક્રિયપણે વૃક્ષારોપણ કરી રહી છે. આ તમામ વૃક્ષોના રોપાઓ યુનિવર્સિટીને રાજ્ય સરકારના વન વિભાગ તરફથી પ્રાપ્ત થયા હતાં.
- Advertisement -
કેમ્પસની અંદર તથા આસપાસના ગામો અને શાળાઓના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવાની આ પહેલ સમગ્ર વર્ષ દરમિયાન ચાલશે અને અંદાજે 1000 જેટલા રોપાઓ વાવવામાં આવશે. ગત વર્ષે એટલે કે વર્ષ 2023માં યુનિવર્સિટીએ લગભગ 1000 રોપાઓ
વાવ્યા હતા.